રાજકોટ શહેરમાં સ્વાતંત્ર્યતા પર્વની ધામધુમથી ઊજવણી: ક્રિસ્ટલ સ્કૂલની કૃતિ પ્રથમ ક્રમે

 

15 મી ઓગસ્ટ 2024 ના રોજ રાજકોટ જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં ક્રિસ્ટલ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ Indian Army ના જીવન આધારિત કૃતિ રજુ કરી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કલેકટરશ્રી ચેતનકુમાર ગાંધી તેમજ સાંસદસભ્યશ્રી પુરુષોત્તમ રૂપાલા, ધારાસભ્યશ્રી ઉદય કાનગડ, શ્રીમતી દર્શિતાબેન શાહ, શ્રી મોહનભાઈ કુંડારીયા સાથે રાજકોટ શહેરના પ્રબુદ્ધ નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા. અહિં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ રાજકોટ શહેરની અલગ-અલગ શાળાઓની કૃતિઓ નીહાળી હતી.

કાર્યક્રમના અંતે ક્રિસ્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓની કૃતી પ્રથમ ક્રમે જાહેર થતાં જ ઉપસ્થિત જનમેદનીએ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીનીઓને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ તકે શાળાનું પ્રતિનિધિત્વ કરનાર વિદ્યાર્થીનીઓ રાવલ શ્રેયા, પરમાર પ્રાંજલ, કાનાબાર હેમાંશી, વાલોદ્દા શ્રેયા, સાકરીયા ખનક, અંડોદરિયા ઉર્વશી, ઝણકાટ આસ્થા, બારડ સ્નેહા, કણઝારિયા વિધિ, નારણીયા પ્રિયા, સંચાણિયા જલ્પા, કેશુર આસ્થા, સવાડિયા પ્રિયાંશી, નંદિસરિયા ખુશી, સોઢા વિધિ,ચાવડિયા કિંજલ તેમજ કો–ઓડીનેટર નીંજલબેન રાઠોડને શાળાના ચેરમેનશ્રી રણજીતસરે અભિનંદન પાઠવ્યા હતા.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More