રાજકોટ તા.૧૭ ઓગસ્ટ – રાજકોટ જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ (JASS)ની બેઠક કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૪ને બુધવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બપોરે ૩.૩૦ કલાકે યોજાશે. તેમ જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.