મહેમદાવાદ ખાતે યોજવામાં આવેલા જનમંચમાં લોકોના મુખ્ય મુદ્દાઓમાં:
મહેમદાવાદ નગરપાલિકામા વહીવટદારોનું રાજ , ભાજપના મળતિયાઓ દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર : અમિત ચાવડા
ઔડામા સમાવિષ્ટ મહેમદાવાદ તાલુકો ટીપી ફાઇનલ નહીં થવાને કારણે વિકાસ રૂંધાઈ રહ્યો છે: અમિત ચાવડા
ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનો રોજગાર થી વંચિત :અમિત ચાવડા
📌 મહેમદાવાદ શેઢી શાખાના કમાન્ડ વિસ્તારમા ખેડૂતો અપૂરતી સિંચાઈ સુવિધાને કારણે પરેશાન ,
પાકને નુકસાન, ખેડૂતોને નિયમિત પુરતુ પાણી આપવા માંગ.
📌 બુલેટ ટ્રેન જમીન સંપાદન વળતર મા ખેડૂતોને ખૂબજ અન્યાય
📌 બારેજાથી હલધરવાસ ચોકડી સુધીનો રોડ ૪ લેન બનાવવામાં આવે જેથી મહેમદાવાદનો વિકાસ થાય.
📌 મહેમદાવાદ નગરપાલિકા વિસ્તારમાં રસ્તા બિસમાર, પીવાના પાણીની મોટી સમસ્યા,ગટરો ઉભરાવા સહીત અનેક સમસ્યાઓથી જનતા પરેશાન
📌 મહેમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મોટાપાયે દારૂના વેચાણ અને નશાનું દુષણ
📌 શેઢી શાખાની માઈનોર કેનાલમાં જે ખેડૂતોની જમીન ગઈ છે તેમને જ ખેતીના વપરાશ માટે એક ટીપું પણ પાણી નથી મળ્યું,
📌 મહેમદાવાદના ગામોમાં ખેડૂતોને આઠ કલાક પણ વીજ પુરવઠો નથી મળતો, ભાજપે ૧૨ કલાક વીજળી આપવાનું ઢંઢેરામાં કહ્યું હતું, એ વચન પૂરું કરવામાં આવે.
📌 સફાઈ કામદારો ને કાયમી નોકરી અને છઠ્ઠા પગાર પાંચનો લાભ માટે આક્રોશ સાથે રજૂઆત.
📌 મહેમદાવાદ તાલુકાના ઘોડાસર ગામે રેશનકાર્ડમાં જથ્થો પૂરો ના આપી, અનાજ કાપી લેવામાં આવે છે. આ ઉપરાંત મોટાપાયે ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા રોડ રસ્તાની કનેક્ટિવિટી, કેનાલોમાંથી પાણી છોડવા સહિત ઓલ્ડ પેન્શન સ્કીમ, સરકારી ભરતી બાબતે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી.
જેમાં શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “જનતાના અવાજને બુલંદ કરવા, કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા મજબૂત પ્લેટફોર્મ જનમંચમાં આવેલી આ ફરિયાદોના નિવારણ માટે લોક- આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભાથી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.”
વિરોધપક્ષના નેતા શ્રી અમિત ચાવડા, ખેડા જિલ્લા પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય શ્રી, સહિત હોદ્દેદારો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા જેમણે વિવિધ મુદ્દે “જનમંચ” માં રજૂઆતો કરી હતી અને આગેવાનોએ આ પ્રશ્નોના નિરાકરણ માટે સડક થી લઈને વિધાનસભા સુધી ઉઠાવવાની ખાત્રી આપી હતી