ગોંડલ પાસે ગમખ્વાર અકસ્માત, ચારનાં મોત, કારના ફુરચે ફુરચા ઉડી ગયા

ગોંડલ શહેર નજીક નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ચારનાં મોત થયા હોવાનું સામે આવી રહયું છે. વહેલી સવારે નેશનલ હાઇવે પર આવેલ દેવ સ્ટીલ પાસે પાસે બે કાર વચ્ચે થયો ભયંકર અકસ્માત થયો હતો.

રાજકોટ: ગોંડલ શહેર નજીક નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ચારનાં મોત થયા હોવાનું સામે આવી રહયું છે. વહેલી સવારે નેશનલ હાઇવે પર આવેલ દેવ સ્ટીલ પાસે પાસે બે કાર વચ્ચે થયો ભયંકર અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનામાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે અને એક યુવાનનું સારવાર દરમ્યાન મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે.

બનાવની વિગતો જોઈએ તો, આજે ગોંડલ શહેર નજીક વહેલી સવારે નેશનલ હાઇવે પર બોલેરો કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાજકોટ થી ધોરાજી તરફ જતી સ્વીફ્ટ કાર ચાલકે અચાનક જ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે સ્વીફ્ટ કાર ડિવાઈડર કુદી ને  સામેની તરફ આવતી બોલેરો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા અને ત્રણ લોકોના ઘટનાસ્થલે જ મોત નીપજ્યા હતા. જયારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More