મોરબી તા.૨૦ ઓગસ્ટ- મોરબી જિલ્લા કલેક્ટરશ્રી કે. બી. ઝવેરી દ્વારા મોરબી શહેરના લોકોના નગરપાલિકાને લગત પ્રશ્નો સાંભળવા અને તેનો નિકાલ કરાવવા બાબતે દર મંગળવારે સવારે નગરપાલિકા ખાતે જવાનું નક્કી કરાયુ છે. જેમાં આજરોજ કલેકટરશ્રી દ્વારા સવારના અનિવાર્ય કારણોસર જઈ શકાયુ ના હતું. એટલે અચાનક બપોરના ૦૩:૦૦ કલાકે નગરપાલિકાની મુલાકાત કરતા ત્યાંના દરેક વિભાગની ચકાસણી કરતા કુલ ૨૦ થી વધુ ગુલ્લી બાજ કર્મચારી ગેરહાજર હોવાનું ધ્યાન પર આવ્યુ હતું. આ ગેરહાજર કર્મચારીઓને કલેક્ટરશ્રી દ્વારા નોટિસ આપી કયા કારણોસર ગેરહાજર રહેલ તેનો ખુલાસો પૂછવામાં આવ્યો હતો.
Author: ભાગવત ભૂમિ
Hi