સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક આગામી તા. ૩૦ ઓગસ્ટના રોજ જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને સવારે ૧૧.૦૦ કલાકે, જિલ્લા કલેકટર કચેરી, સભાખંડ ખાતે યોજાશે. તેમ નિવાસી અધિક કલેકટરશ્રી આર.કે.ઓઝાની યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા નાગરિકો તથા મહાનુભાવોની ફરિયાદોનું નિરાકરણ કરવાની સાથે વિવિધ કચેરીઓ વચ્ચે સંકલન કરી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે.