અમદાવાદમાં બપોરે ૩-૩૦ કલાકે રાજીવ ગાંધી ભવનથી પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો-પદાધિકારીઓ-ધારાસભ્યશ્રીઓ અને પીડીત પરિવારો જોડાયા.

 

• પૂજ્ય ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતે સાંજે ૫-૩૦ કલાકે પ્રાર્થના સભામાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં, પૂજ્ય મહાત્મા ગાંધીજીના તૈલચિત્રને નમન કર્યા.

 

• દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ એટલે કોંગ્રેસની ‘ગુજરાત ન્યાય યાત્રાઃ’ ૯મી ઓગસ્ટથી શરૂ થયેલી કોંગ્રેસની ‘ગુજરાત ન્યાય યાત્રા’ 300 કિલોમીટરથી અંતર કાપી ૨૩મી ઓગસ્ટે ચાંદખેડા, અમદાવાદ ખાતે સાંજે ૫-૩૦ કલાકે સમાપન સભા યોજાશે.

રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચારને લીધે વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ , બુલડોઝર કાંડ, લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડ, બળાત્કાર કાંડ જેવા અનેક કાંડોનો ભોગ ગુજરાતના નિર્દોષ નાગરિકોને ન્યાય અપાવવા શરૂ થયેલી ‘ગુજરાત ન્યાય પદયાત્રા’ એટલે દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ. કોંગ્રેસની ન્યાયયાત્રા ૯ ઓગસ્ટ થી મોરબી ખાતેથી શરૂ થઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પક્ષની ‘ગુજરાત ન્યાય પદયાત્રા’ મોરબી – ટંકારા – રાજકોટ – ચોટીલા – સુરેન્દ્રનગર – વિરમગામ – સાણંદ થઈ આજરોજ સવારે ૯-૩૦ કલાકે અમદાવાદના સાબર ચોકડી, સરખેજ ખાતે અમદાવાદ શહેર સમિતિ દ્વારા ગુજરાત ન્યાય પદયાત્રાનું ઉસ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજી દેસાઈ, કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખશ્રી જીજ્ઞેશ મેવાણી, કિસાન કોંગ્રેસના ચેરમેનશ્રી પાલભાઈ આંબલીયા સહિત આગેવાનશ્રીઓના અથાગ પ્રયત્ન થકી ‘ગુજરાત ન્યાય યાત્રા’ ગુજરાતના જનતાના અવાજને બુલંદ કરી રહી છે. વરસતા વરસાદ વચ્ચે ગુજરાત ન્યાય પદયાત્રામાં મોટી સંખ્યામાં યાત્રીઓ જુસ્સાભેર ચાલ્યાં હતાં. અમદાવાદમાં બપોરે ૩-૩૦ કલાકે રાજીવ ગાંધી ભવનથી પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો-પદાધિકારીઓ-ધારાસભ્યશ્રીઓ અને પીડીત પરિવારો જોડાયા હતા. ગુજરાત ન્યાય પદયાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ, એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી, અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષશ્રી અલકા લાંબાજી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, પૂર્વ સાંસદશ્રી અમીબેન યાજ્ઞિક, એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી રામકિશન ઓઝા, ડૉ. પ્રભાબેન તાવિયાડ, સોનલબેન પટેલ, શ્રી નિલેશ પટેલ, વરિષ્ઠ આગેવાનશ્રી બાલુભાઈ પટેલ, શ્રી પુંજાભાઈ વંશ, મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, ગુજરાત પ્રદેશ સેવાદળના કા.અધ્યક્ષશ્રી પ્રગતિ આહિર, અમદાવાદ મ્યુનિ. કોંગ્રેસ પક્ષ નેતાશ્રી શેહઝાદખાન પઠાણ, ધારાસભ્ય સર્વશ્રી દિનેશ ઠાકોર, અમૃતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, ગુજરાત પ્રદેશ એસ.સી. સેલના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, સહિતના મહાનુભાવો પદયાત્રામાં જોડાયા હતા અને ત્યારબાદ પૂજ્ય ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતે સાંજે ૫-૩૦ કલાકે પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના તૈલચિત્રને નમન કર્યા હતા.
તાજેતરમાં સેબી અંગેના હિન્ડન બર્ગ રિપોર્ટમાં ઉજાગર થયેલ ભાજપ સરકારમાં ભયમુક્ત ભ્રષ્ટાચારના વિરોધ સાથે સેબીના ચેરમેન રાજીનામું આપે, સમગ્ર કૌભાંડની જે.પી.સી. દ્વારા તપાસ થાય તેવી માંગ સાથેના પ્લે-કાર્ડ સાથે પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. તા. ૨૩ ઓગસ્ટના રોજ સવારે ૯-૦૦ કલાકેથી ગુજરાત ન્યાય પદયાત્રા સાબરમતી આશ્રમથી સુભાષબ્રીજ થઈ ચાંદખેડા ખાતે સાંજે ૫-૩૦ કલાકે જનસભા સ્વરૂપે સમાપન થશે. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડીયા ડીપાર્ટમેન્ટના ચેરમેન અને પ્રવક્તાશ્રી પવન ખેરાજી વિશેષ ઉપસ્થિત રહેશે.
ગુજરાત ન્યાય પદયાત્રા દરમ્યાન વિવિધ માધ્યમો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચારને લીધે વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ, બુલડોઝર કાંડ, લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડ, બળાત્કાર કાંડ જેવા અનેક કાંડોનો ભોગ ગુજરાતના નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. તદુપરાંત, રાજ્યમાં નકલી અધિકારીઓ તથા નકલી સરકારી કચેરીઓનો રાફડો ફાટ્યો છે. પૂ. મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલો, સરકારી વાહનોમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો માણવામાં આવે છે અને ગુજરાતમાં કરોડો લીટર દારૂ બેરોકટોક ઠલવાઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડેલ ભાજપ શાસનમાં ખુલ્લેઆમ વેચાતા ડ્રગ્સના કારણે યુવાનો મોટાપાયે ડ્રગ્સ તરફ વળી રહ્યા છે અને રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા સહિત તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર ધૃતરાષ્ટ્ર બનીને માત્ર તમાશો જોઈ રહી છે. ભાજપાની ભ્રષ્ટ નીતિના લીધે વિવિધ કાંડોનો ભોગ બનનાર પીડીત પરિવારોને ન્યાય અપાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ “ગુજરાત ન્યાય પદયાત્રા” ૯ ઓગષ્ટ મોરબી થી શરુ થઇ થયેલી યાત્રાને ઠેરઠેર સ્વાગત થયું. જેમાં પીડિત પરિવારો, કોંગ્રેસના સૈનિકો, ન્યાયયાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જોડાયા હતા તે તમામ અભિનંદનને પાત્ર છે, ગુજરાતના નાગરિકોના હક્ક-અધિકાર અને ન્યાય માટેની લડાઈમાં કોંગ્રેસપક્ષ સતત લડતો રહેશે.

 

Leave a Comment

Read More

દીપાવલી અને નુતનવર્ષ તહેવાર નિમિતે ગોંડલીયા પરિવાર તરફથી ભુદેવ પરિવારોને મીઠાઈ-ફરસાણ ની ભેટ આપવામાં આવી… 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 મૂળ શિવરાજગઢ ના ગૌ.વા.શાંતાબેન હરિભાઈ ગોંડલીયા પરિવારના હાલ રાજકોટ રસિકભાઈ ગોંડલીયા,કાશ્મીરાબેન ગોંડલીયા અને દામજીભાઈ ગોંડલીયા અને ગોંડલીયા પરિવાર તરફથી દીપાવલી અને નૂતન વર્ષ તહેવાર માં ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના જરૂરિયાતમંદ પરિવારના 25 પરિવારોને શુદ્ધ ઘી મોહનથાળની મીઠાઈ 1 કીલો અને છપ્પનભોગ ચેવડો ફરસાણ ની ભેટ સમાજસેવી હિતેશભાઈ દવે ના સહયોગ થી ગોંડલીયા પરિવાર તરફથી ગૌ.વા.માતાપિતા શાંતાબેન હરિભાઈ ગોંડલીયા ની સ્મૃતિ માં ભેટ આપવામાં આવી.. રસિકભાઈ ગોંડલીયા પરિવાર તરફથી અવારનવાર જરૂરિયાતમંદ ગરીબ વિધાર્થીઓને અને સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારજનો ને અનાજ,શૈક્ષણિક સાધનો તેમજ અન્ય વસ્તુઓની સહાય કરવામાં આવે છે..સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા આ સહાય યોગ્ય વ્યક્તિ અને પરિવાર ને પહોંચતી કરવાની સેવા કરવામાં આવે છે…