૦૦૦૦૦
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીની પ્રેરક ઉપસ્થિતી
૦૦૦૦૦
બ્યુરો, મોરબી
હાલના સમયમાં ગ્લોબલ વોર્મીગ થતુ અટકાવવા માટે વૃક્ષારોપણના વિવિધ અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલું “એક પેડ મા કે નામ” અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તા.૨૩/૦૮/૨૦૨૪ના રોજ પેટ્રોલપંપ એસોસીએશનના પ્રમુખને સાથે રાખી પેટ્રોલપંપ પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા તુલસી પેટ્રોલીયમ મકનસર તથા તીરૂપતી પેટ્રોલીયમ જાંબુડીયા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિ તથા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદીપ વર્મા, પેટ્રોલપંપ એસોસીએશનના પ્રમુખશ્રી વિનોદભાઇ ડાભી તથા પેટ્રોલપંપ એસોસીએશનના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પેટ્રોલપંપ એસોસીએશનના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં દરેક પેટ્રોલપંપની આજુબાજુના વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરીશુ અને વૃક્ષ વાવો મહા અભિયાનને આગળ વધારીશુ.