ખાડા-ખબડાવાળા રોડ પર પ્રગટ્યા સાક્ષાત્-યમરાજ!
| રાજકોટ
સોશિપલ મીડિયા પર અવારનવાર એકથી એક ચઢિયાતા વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં વરસાદે ચારેબાજુ તારાજી ફેલાવી છે. ત્યારે પ્રશાસનના ખાડારાજની હકીક્ત સામે આવી છે. આ બધાની વચ્ચે કર્ણાટકના ઉડુપી જિલ્લામાં ખાડાઓથી ભરેલા ઉડુપી- માલપે રોડ પર પમરાજ’ના પોશાક પહેરેલા એક વ્યક્તિએ લાંબી કુદની સ્પર્ધા યોજી હતી. આ સ્પર્ધાએ રસ્તા પરના લોકો અને મુસાફરોને હેરાન કરી નાખ્યા
આ અનોખી સ્પર્ધામાં પમરાજ’ની હાજરી એ રસ્તાની ખરાબ હાલત તરફ સતાવાળાઓનું ખાન દોરવા માટે વિરોધ પ્રદર્શન કરવાની એક રીત હતી.
વાયરલ વીડિયોમાં મમરાજ તેમના આઈકોનિક સોનેરી પોશાક સાથે હાથમાં ગદા લઈને ઊભા હતા. પમરાજ ભુતના વેશ આવેલા બીજા યુવકોની લાંબી છલાંગને માપતા નજરે પડે છે. તેમની સહાયતા કરતા બીજા એક સાથી પ્રદર્શનકારી ‘ચિત્રગુપ્ત’ ના વેશમાં
આવ્યા હતા, જે મૃતકોના રેકોર્ડ રાખવા માટે જવાબદાર દેવતા છે. આ અનોખો વિરોધ ઉડુપી-માલપે રોડની ભયાનક સ્થિતિને દર્શાવે છે, જે રોજિંદા મુસાફરો માટે જોખમી બની ગયો છે.
આ વીડિયો ભલે જોવામાં હની લાગે, પરંતુ તેઓએ એક ખાસ સંદેશો પાઠવ્યો છે. જેમાં વરસાદ બાદ શાસનની વોર બેદરકારી સામે આવી છે. આવો વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા પાછળનો હેતુ રસ્તા પરના ખાડાઓને કારણે લોકોને પડતી મુશ્કેલી
તરફ સત્તાધીશોનું ધ્યાન દોરવાનો છે. આ વીડિયોમાં તેને ઓલિમ્પિકની તૈયારી જેવું કંઈક કહેતા સાંભળી શકાય છે.
આ વીડિયો ઉડુપીને લોકપ્રિય માલપે બીચ સાથે જોડતા રસ્તા પર શૂટ કરવામાં આવ્યો હતો. જ્યાં આ વિસ્તાર મોટા ખાડાઓથી ભરેલો છે અને મુસાફરો માટે અસુરક્ષિત હોવાનું કહેવાય છે. વિરોધ બાદ એક યુઝરે કહ્યું, “આશા છે કે સંબંધિત અધિકારીઓ આ અંગે ખાન આપશે.”