બ્યુરો, સુરેન્દ્રનગર:
હવામાન વિભાગ દ્વારા તા.૩૦/૦૮/૨૦૨૪ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ સંદર્ભે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આથી જિલ્લામાં વરસાદી પરિસ્થિતિના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર માસે યોજાતી જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક અતિવૃષ્ટિ તેમજ રાહત બચાવ કામગીરીને ધ્યાને લઇને રદ કરવામાં આવી છે.