સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી ઓસરતા દવા છંટકાવ અને સાફસફાઇની કામગીરી હાથ ધરાઇ

******

જિલ્લાના વિવિધ સ્થળોએ સઘન સાફસફાઇ પ્રક્રિયા

પાણી ઓસરતા હાશકારો લેવાની જગ્યાએ જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપી વધારે સતર્કતાથી કામગીરી કરી રહ્યું છે

*****

બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:

ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદના પગલે અનેક જિલ્લાઓએ પુરના સંકટનો સામનો કરવો પડયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદ થતાં જિલ્લાના તળાવો, નદીઓ અને ડેમો ઓવરફ્લો થતાં અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. આથી જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બની કામગીરી કરી રહ્યું છે. વરસાદનું જોર ઓછું થતા હવે પાણીની સપાટી પણ નીચે ઉતરી છે. આથી અનેક સ્થળોએ પાણી પણ ઓસરી ગયા છે. આ પરિસ્થિતીમાં હાશકારો લેવાની જગ્યાએ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપી વધારે સતર્કતાથી કામગીરી કરી રહ્યું છે. પાણી ઓસરતા વિવિધ જગ્યાઓ ઉપર રોગચાળો ન ફાટે તેની તકેદારી રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન સફાઇ અભિયાન અને દવા છંટકાવની કામગીરીમાં હાથ ધરી છે. આરોગ્ય વિભાગ રોગચાળા નિયંત્રણની કામગીરીમાં વ્યસ્ત થઇ ગયો છે. જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર સાફસફાઇ હાથ ધરાઇ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તાત્કાલીક ધોરણે સતર્કતા રાખી તમામ કામગીરી કરવામાં આવી રહી છે.

Leave a Comment

Read More

અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ માટે તથા વિદેશ જવા ઈચ્છુક ઉમેદવારો માટે પરીચય મેળો