શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈકર્મીઓએ સ્વચ્છતા કરી, દવાનો છંટકાવ કર્યો
**
અમદાવાદમાં ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં ભરાયેલાપાણી ઓસર્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ સઘન સફાઈ ઝુંબેશહાથ ધરી છે. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરી રોગચાળોન ફેલાય તે માટે દવાનો છંટકાવ કર્યો હતો.
શહેરના વેજલપુરમાં સોનલ સિનેમા રોડ પર અમ્યુકો દ્વારાસાફ–સફાઈની કામગીરી કરવામાં આવી હતી.
રસ્તા પરથી અને રસ્તાના કાંઠેથી કાદવ–કીચડ હટાવવામાં આવી રહ્યોછે અને ગટરની કેચપીટોને સાફ કરવામાં આવી હતી.