સ્વ.માતુશ્રી કમળાબેન ડાયાભાઇ પટેલ ની પુણ્યતિથિ નીમિતે સદ્દભાવના વૃદ્ધાશ્રમ માં 150 માવતરો ને ભોજન અને ગોંડલ ના 20 ભુદેવ પરિવારોને રાશનકીટ આપવામાં આવી….

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
મૂળ ગોંડલના હાલ અમેરિકા સ્થિત કિશોરભાઈ ડાયાભાઇ પટેલ અને નિલ કિશોરભાઈ પટેલ પરિવાર તરફથી તેમના સ્વ.માતુશ્રી કમળાબેન ડાયાભાઇ પટેલ ની સ્મૃતિ માં રાજકોટ ખાતે આવેલ સદ્દભાવના વૃદ્ધાશ્રમ ના 150 વડીલ માવતરો ને મિષ્ટાન્ન ફરસાણ સાથે તિથિભોજન પીરસવામાં આવ્યું..અને ગોંડલ ના જરૂરિયાતવાળા સમસ્ત બ્રહ્મસમાજ ના 20 પરિવારજનો ને જન્માષ્ટમીના તહેવાર ને ધ્યાને લઇ મિષ્ટાન્ન ફરસાણ ચણા ના લાડુ,મોહનથાળ,ગાંઠિયા,તીખા ગાંઠિયા, સક્કરપારા,સેવ,ચવાણુ સાથે ઘઉં નો લોટ.તેલ.ખાંડ.ચા, નિમક,તુવેરદાળ,મગદાળ, ચોખા,રવો,રાજગરાનો લોટ,પૌવા,મમરા,ઘી,માંડવી ના દાણા,મેંદા નો લોટ સહિત 20 કિલો રાશન કીટ ગોંડલ ના સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા રૂબરૂ દરેક ના ઘરે પહોંચતી કરવામાં આવી..
કિશોરભાઈ ડાયાભાઇ પટેલ પરિવાર યુએસએ દ્વારા માતુશ્રી ની પુણ્યતિથિ નિમિતે નિરાધાર માવતરો ભોજન અને જરૂરીયાતમંદ બ્રહ્મ પરિવારજનોને પૂરતું રાશન અર્પણ કરી વડીલ માતુશ્રી ની પુણ્યતિથિ એ અન્નદાન અને જન્માષ્ટમીના તહેવારપર ઉમદા સેવા નું કાર્ય કરવામાં આવતા તમામ ભુદેવોએ કિશોરભાઈ અને પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવ્યા હતા..
વર્તમાન સમય માં પરિવાર માં સારા નરસા અવસરે ખોટા ખર્ચ કરવાની જે ખોટી રીતો અપનાવવાની ફેશન ઉભરી રહી છે.તેવા સમયે કિશોરભાઈ તેલ એ હિતેશભાઈ દવે ના સહયોગ થી નિરાધાર માવતરોને મિષ્ટાન્ન સાથે ભોજન અને જરૂરિયાતમંદ બ્રહ્મ પરિવરજનોને મીઠાઈ ફરસાણ સાથે તહેવારમાં રાશનકીટ આપી સમાજસેવા નું ઉત્તમ અને અનુકરણીય કાર્ય કરી દિશા નિર્દેશ કરેલ છે….

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More