ગોંડલમાં હાલ રોટરી ક્લબ ઓફ 151 મી સુદામા ની ઝોળી….

*151 મી સુદામા ની ઝોળી….

*આજે September મહિના નો પહેલો રવિવાર એટલે રોટરી ક્લબ ગોંડલ ની સુદામા ની ઝોળી નો દિવસ….*

 

સમાજ સાથે એક જવાબદાર મૈત્રીભાવ ની ભાવના નિભાવતી આ સંસ્થા મહિના ના પ્રથમ રવિવારે પોતાની સેવા ના નવા આયામ સાથે હર હંમેશ ઉપસ્થિત જ હોઈ.

માનવતા ની સેવા ના આ પ્રોજેકટ સુદામા ની જોળી હેઠળ સેવા ની સરવાણી સ્વરૂપે 185 પરિવાર ને માસિક ખાદ્ય સામગ્રી નું વિતરણ થાય છે.

 

*દર મહિને બટેટા ની સેવા જીજ્ઞેશભાઈ બગડાઈ ( જલારામ આલુ ભંડાર) તરફથી આપવામાં આવે છે, છેલ્લા ઘણા સમય થી ઝોળી માં દરેક પરિવાર ને 500 ગ્રામ ચણા ના લોટ તથા 1 લીટર શીંગતેલ ના પેકેટ વધારાની સામગ્રી સ્વરૂપે અપાય છે જેના દાતાશ્રી એ પોતાનું નામ અજ્ઞાત રાખવા ની વિનંતી કરેલ છે જેથી આપણે અહીં એમના નામ નો ઉલ્લેખ કર્યા વગર જ એમનો આભાર વ્યક્ત કરીયે છીએ*

 

રોટરી ક્લબ ઓફ ગોંડલ આ તકે તમામ દાતાશ્રી નો આભાર માને છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More