*
તા ૩૧મીનાં રોજ સિહોરના “ક્રિષ્ના પાર્ટી પ્લોટનાં રંગમંચ પર સ્વ મુકેશજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાઈ ગયો જે ચિક્કાર દર્શકોની હાજરી વચ્ચે મુકેશજીનાં અવાજમાં સુરીલા ગાયકો અનિરુદ્ધ જોશી અને જે પી રાવલ, દ્વારા ખૂબ જ જમાવટભરી રજૂઆત સાથે એક એકથી ચડિયાતા ગીતો ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ઘ કરી દીધા હતા તેમજ સાથી ગાયકોમાં હીનાબા ગોહિલ, ડૉ પ્રતિભાબેન ભટ્ટી,ભરત મહેતા ,હિતેશ ત્રિવેદી વગેરેએ પણ દિલડોલ ગીતો પીરસ્યા હતા આ તબક્કે ભાવનગરથી કલાપથ સંસ્થા ના પ્રમુખ અને પૂર્વ સિહોર તાલુકા પંચાયતનાં પ્રમુખ મનુભાઈ દીક્ષિત”ડીગાજી”તેમજ સ્વરાગ કલા સંસ્થાનાં નિલેશભાઈએ પ્રેરક હાજરી આપી કલાકારોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું આ તબક્કે સત્યપુંજના તંત્રી નાનુભાઈ ડાખરા, અશોકભાઈ ઉલવા ભરતભાઈ મલુકા, અનિલ મહેતા..ભાવનગરના ઘરેણાં સમવન પ્રદીપભાઈ ભટ્ટ(તબલાવાદક)ની ખાસ ઉપસ્થિતિ રહી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની લાક્ષણિક શૈલીથી કૃષ્ણકુમાર ડોડીયાએ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા સંગીતજ્ઞ પ્રશાંત ભટ્ટ અને નંદીનીબેન ભટ્ટે જહેમત ઉઠાવી હતી