વિસાવદરતા.ટીમગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા એડવોકેટ તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ આર.જોશી દ્વારા વડાપ્રધાન,કેન્દ્રીય કાયદામંત્રી,ગુજરાત મુખ્યમંત્રી,કલેક્ટર શ્રી તમામજિલ્લા,નોટરીસેલ નવીદિલ્હી,પોસ્ટમાસ્તર તમામ જિલ્લા,ટેઝરી ઓફિસરશ્રી તમામ જિલ્લા,તાલુકા સહિતનાં ને રજૂઆત કરી જણાવેલ છે કે, ગુજરાતના વિવિધ નોટરીઓ દ્વારા અવાર -નવાર રજુઆતો મળેલ છે કે,ગુજરાતની મોટાભાગની પોસ્ટ ઓફિસોમા નોટરીની નોટરીયલ સ્ટેમ્પ ટીકીટ ફાળવવામાં આવતી નથી અને જે તે જિલ્લા કે તાલુકાની સબ ટ્રેઝરી ઓફિસોમાં પણ નોટરીયલ સ્ટેમ્પ ટિકિટો પૂરતા પ્રમાણમાં ફાળવવામાં આવતી નથી તેના કારણે સમગ્ર ગુજરાતના નોટરીઓ અન્ય તાલુકા અથવા જિલ્લામાંથી ટિકિટો મેળવવા પ્રયાસ કરતા હોય છે તાલુકા મથકે નોટરીયલ સ્ટેમ્પની સતત અછત ઉભી થાય છે અને બાબા આદમ વખતના જુના નિયમો કાઢી નોટરીયલ સ્ટેમ્પ જૂની સ્થિતિ મુજબ ખુબજ ઓછા પ્રમાણમાં ફાળવવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં તાજેતરમાં આઠ હજાર ઉપર નવા નોટરી કેન્દ્ર સરકારે ફાળવેલ છે આ ઉપરાંત જુના નોટરી પણ તેથી વધુ છે. ઉપરાંત ગુજરાત સરકારના પણ અનેક નોટરી હોય તેઓ દરેક નોંધણી ઉપર રૂપિયા ૫૦/-ટીકીટ લગાવતા હોય છે અને ૫ રૂપિયાની ટિકિટની જગ્યાએ ૫૦ની એક ટિકિટ નવી બહાર પાડી કાગળનો ઉપયોગ થતો અટકાવી પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાય છે અને વધુ કાગળો નો પણ બચાવ થઈ શકે છે ભવિષ્યમાં સ્વાભાવિક રીતે ટિકિટની વધુ પ્રમાણમાં જરૂરિયાત રહે આ બાબતેનો સરકાર વહેલી તકે વ્યવહારુ ઉકેલ લાવે તે જરૂરી છે જેથી સરકારને પણ સારી એવી આવક થાય તેમ છે તેમજ ગુજરાતની તમામ પોસ્ટની કચેરીઓમાં તથા ટ્રેઝરીની તમામ ઓફિસોમાં જ્યારે નોટરીને નોટરીયલ સ્ટેમ્પની જરૂરિયાત હોય ત્યારે કોઈપણ સમયે કોઈ ચોક્કસ દિવસ નક્કી કર્યા વગર તાત્કાલિક તમામ ટીકીટો આપે તેવી સમગ્ર ગુજરાતમાં વ્યવસ્થા ઉભી કરવા અમારી માંગ સાથે રજુઆત છે જેથી આ ફરિયાદ અરજી બાદ કરેલી કાર્યવાહી અને આ અંગે કરવામાં આવે તે તમામ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બરના અમારા સરનામે મોકલવા રજુઆત કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.(ફોટા સાથે)