પોલિસ constable સ્પર્ધાત્મક પરીક્ષા ની જોરશોર થી તૈયારીઓ ના ક્લાસિસ
અખિલ ગુજરત રાજપૂત યુવા સંઘ તથા યુવા પાંખ જામનગર દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ છે અને માર્ગદર્શન આપતા રહે છે. આ બાબતે છેલ્લા વર્ષો માં સરકારી નોકરી માં ઘટતું રાજપૂત સમાજ નું પ્રભત્વ ચિંતા જનક હોઈ 2 વર્ષ થી જામનગરની ટીમ દ્વારા માર્ગદર્શન સેમીનાર અને સ્પર્ધાત્મક પરીક્ષા નાં વર્ગો નું સફળતા પૂર્વક આયોજન થઈ રહ્યું છે. ગયા વર્ષે બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા બાબતે સેમિનાર અને સૌરાષ્ટ્ર નાં નામાંકીત ફેકલ્ટી સાથે સંલગ્ન કરી વર્ગો સફળતા પૂર્વક પૂર્ણ કરેલ હતા.
આ વર્ષે પોલીસ વિભાગ માં ખુબ મોટી ભરતી હોઈ અને રાજપૂત સમાજ ના આશાસ્પદ વિદ્યાર્થીઓ માં તેનું અનોખું મહત્વ અને આકર્ષણ હોઈ.
અને એજ ડિપાર્ટમેન્ટ માં રાજપૂત સમાજ નું ઘટતું પ્રભુત્વ એ આપડા સમાજ માટે ચિંતા નો વિષય છે. એ પાછળ નું એક કારણ એ પણ છે કે લેખિત માં જે દિકરા દીકરીઓ આગળ છે તે શારીરિક કસોટી માં પાસ નથી થઈ શકતા અને જે શારીરિક કસોટી પાસ કરી શકે છે તે લેખિત માં રહી જાય છે. આપડા સ્પર્ધાત્મક પરીક્ષા નાં ચાલતા વર્ગો બાબતે જામનગર નાં રાજવી સ્કૂલ સત્યસાઈ વિદ્યાલય નાં CEO તથા કેડમસ સ્કૂલ નાં CEO મેડમ શ્રી એકતાબા ઉમેદસિંહજી સોઢા ને ધ્યાને આવતા આવનારી ભરતી બાબતે તેમની પ્રેરણા થી કોન્સ્ટેબલ ભરતી માટે સેમિનાર અને વર્ગો નું આયોજન કરવાની જેહમત ઉઠાવવા માં આવી હતી. અને તેમની મધ્યસ્થી થકી ગુજરાત ની જાણીતી વિવેકાનંદ એકેડમી સાથે ટાઇ અપ કરી અને ફેકલ્ટી મેનેજમેન્ટ વિવેકાનંદ તથા શારીરિક કસોટી માટે જામનગર નાં ખુબ જ ઉત્સાહી અને સમાજ પ્રેમી એવા એક્ષ આર્મીમેન શ્રી સંજયસિંહ ચુડાસમા સાથે સંયોજન સાધી તૈયારીઓ આગળ ધપાવવામાં આવી હતી.વિવેકાનંદ એકેડમી ની કોન્સ્ટેબલ પી.એસ.આઇ બેચ ની ફીસ 15 થી 17 હજાર તથા શારીરિક તૈયારીઓ નાં વિવિધ સંસ્થા નાં દર 6 હાજર જેટલા હોઈ છે. પરંતુ આપડા સમાજ ના વિદ્યાર્થીઓ નું હિત અને આપડા શુભ આશય ને ધ્યાને લઇ આપડા વર્ગો ની ફી માત્ર 3000/- નક્કી કરવા માં આવી .જેમાં લેખિત પરીક્ષા ની તૈયારીઓ ,લેખિત પરિક્ષા ની મટીરીયલ અને શારીરિક પરીક્ષા માટેની તૈયારીઓ પણ સામેલ છે.
આ વર્ગો અને ભરતી નાં માર્ગદર્શન બાબતે તારીખ 4 ઓગસ્ટ 2024 નાં રોજ જામનગર મુકામે સેમિનાર નું આયોજન કરવામાં આવેલ અને તેમાં 150 થી વધુ વિદ્યર્થીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન મળેલ. સેમિનાર માં પધારેલ માર્ગદર્શક અને મેહમાન માં શ્રી એકતાબા ઉમેદસિંહ સોઢા(CEO સત્ય સાંઈ વિદ્યાલય & કેડમસ સ્કૂલ) , શ્રી જયવિરર્સિંહ ઝાલા ( DY SP જામનગર),શ્રી યુવરાજસિંહ રાણા સાહેબ ( રજિસ્ટ્રાર જામનગર ) ,અક્ષય તેરૈયા (વિવેકાનંદ એકેડમી – જામનગર), શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ (પ્રમુખ ,રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ અને કર્મચારી મોરચો), શ્રી સંદીપસિંહ ઝાલા સાહેબ (PI જામનગર), બેનશ્રી હીરલબા જેઠવા (PSI રાજકોટ) ,શ્રી મનોહર સિંહ જાડેજા (PSI જામનગર) ,શ્રી પરીક્ષિત સિંહ જાડેજા (PSI જામનગર), શ્રી ધનરાજ સિંહ જાડેજા (નાયબ ઇજનેર ,ઇરીગેશન જામનગર) અને અન્ય ક્લાસ 2 અને ક્લાસ 3 અધિકારીઓ તથા પૂર્વ રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા) એ પણ પ્રેરક હાજરી આપી હતી.
તારીખ 8 ઓગસ્ટ 2024 થી હીરાબા રાજપૂત કન્યા છાત્રલય પર સ્પર્ધાત્મક પરીક્ષા નાં વર્ગો ની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ દિવસ થી જ આખા જામનગર નાં દરેક તાલુકા અને ગામડાઓ માંથી પણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યા માં હાજર રહેતા વર્ગો ટૂંકા પડ્યા હતા. પ્રથમ દિવસે 150 થી વધુ વિદ્યર્થીઓએ હાજર રહેલ અને આ બાબતે જામનગર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ નાં વડીલો ને વાત કરતા તેઓ એ તુરંત જ 2 વર્ગો વચ્ચે ની દીવાલ દૂર કરી તાત્કાલિક મોટો હોલ બનાવવા નિ મંજૂરી અને કામગીરી શરૂ કરાવેલ. (આવો જ સપોર્ટ બિન સચિવાલય વર્ગો સમયે પણ મળેલ ત્યારે સરદારસિંહ સાહેબ ને સ્માર્ટ બોર્ડ નાં ફાયદા જણાવતા તેમને તુરંત જ સ્માર્ટ ડિજિટલ બોર્ડ લેવા ની પ્રક્રિયા કરાવડાવી હતી.) અને 3 જ દિવસ માં હોલ બની તૈયાર હતો અને તે સાથે જ બીજી સુવિધા જેમ કે વાયર લેસ માઇક ,સ્પીકર , ચાર્જ થાય તે સેલ ,બેઠક માટે ચેર બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ. હોદ્દેદારશ્રી વનરાજસિંહ ચૌહાણ અને શ્રી સિદ્ધરાજસિંહ જાડેજાએ જરૂરિયાત મુજબ ખૂટતી વસ્તુ માટે આર્થિક અનુદાન આપેલ હતું તે સરાહનીય બાબત હતી.
હાલ 15 સપ્ટેમ્બર સુધી માં આપડા વર્ગો પર વિદ્યાર્થીઓ ની સંખ્યા 127 છે જેમાં 19 દીકરીબા નો પણ સમાવેશ છે હજુ 9 વિદ્યાર્થીઓ ની ફી આવી નથી એટલે કુલ સંખ્યા 136ની છે
અખિલ ગુજરાત રાજપુત યુવ સંઘ અને યુવા પાંખ ખૂબ મહેનત કરી રહી છે..
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના જીલ્લા પ્રભારી શ્રી દિલીપ સિંહ જેઠવા ની આગેવાની માં, શહેર પ્રમૂખ શ્રી હરદેવસિંહ ગોહિલ, જીલ્લા પ્રમૂખ શ્રી ભગવતસિંહ જાડેજા, યુવા પાંખ શહેર પ્રમૂખ શ્રી ભક્તિરાજસિંહ જાડેજા, યુવા પાંખ જિલ્લા પ્રમુખશ્રી યુવરાજસિંહ સોઢા અને કાર્યકર્તા ઓ ની વિશાળ ટીમ સતત સ્થળ પર હાજર હોય છે. આર્થિક સહયોગ માટે સતત પ્રયત્નશીલ રહે છે. હાલાર welfare ટ્રસ્ટ ના પ્રમૂખ શ્રી એકતાબા સોઢા, ઉધોગ પતિ શ્રી સરદાર સિંહ જાડેજા, જ્યોતીન્દ્ર સિંહ જાડેજા, વીગેરે નો હંમેશા સહયોગ રહ્યો છે.
આ સૌને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ.
ડૉ જયેન્દ્રસિંહ જાડેજા
શ્રી પી ટી જાડેજા
શ્રી દીપક સિંહ ઝાલા
શ્રી દિગ્વિજય સિંહ ઝાલા.