નેશનલ સ્ટુડન્ટ ઓફ ઈન્ડિયા ના પ્રમુખ શ્રી વરુણ ચૌધરી એ તા.૧૯/૦૯/૨૦૨૪ ના રોજ ભારત દેશના વિવિધ રાજ્યોમાં રાષ્ટ્રીય સંયોજકોની નિયુક્તિ કરવામાં આવેલ છે આ તકે ગુજરાત રાજ્યમાંથી દિયાબા મહેશભાઈ રાજપુત NSUIના રાષ્ટ્રીય કો-ઓર્ડીનેટર તરીકે નિમણુંક આપવામાં આવેલ છે, હાલ ગુજરાત પ્રદેશ NSUI જનરલ સેકેટરીનું પદ સંભાળતા શ્રી દિયાબા મહેશભાઈ રાજપુત અમદાવાદ ખાતે બી.એ – એલ.એલ.બી નો અભ્યાસ કરી રહ્યા છે તેમજ દિયાબા રાજપુત ગુજરાતના પ્રથમ ક્રમે એરપિસ્તોલ શુટર રહી ચુક્યા છે.
દિયાબા રાજપુત ના પિતા ડો. મહેશભાઈ રાજપુત પણ ગુજરાત પ્રદેશ NSUI ના ઉપપ્રમુખ ના પદ પર ૧૯૯૨ થી ૧૯૯૭ સુધી રહી ચુક્યા છે જેવો હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી પદ છે, દિયાબા રાજપુત ની તારીખ – ૧૯/૦૯/૨૦૨૪ના રોજ NSUIના રાષ્ટ્રીય કો-ઓર્ડીનેટર તરીકે નિમણુંક થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ શ્રી શકિત સિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના મંત્રી ઋત્વિકભાઈ મકવાણા, ગુજરાત વિધાન સભા વિરોધપક્ષના નેતા શ્રીઅમિતભાઈ ચાવડા, ઉપનેતા શૈલેષભાઇ પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના પુર્વ મેયર અને પુર્વ ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ શ્રી હિંમત સિંહ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સહ ખજાનચી લાલભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી ઈન્દ્રવિજય સિંહ ગોહિલ તથા ગુજરાત NSUI પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીએ અભિનંદન પાઠવેલ.
બીડાણ : ફોટો.
(વિરલ ભટ્ટ)