68મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા (SGFI)* અંતર્ગત તારીખ 9 થી 17 નવેમ્બર 2024 દરમિયાન U-14 બહેનોની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા બ્લીચ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ માણસા, જી. ગાંધીનગર મુકમે યોજવામાં આવેલ. જેમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળાની બહેનોની કબડ્ડીની ટીમે રાજ્ય કક્ષાએ બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું હતું.
જે બદલ શાળા પરિવારે ટીમના તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામના પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા બે વર્ષથી કબડ્ડી સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ રામપરા પ્રાથમિક શાળાની બહેનોની ટીમ ભાગ લઈ રહી છે.