ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપની જનવિરોધી નીતિના કારણે સમાજના તમામ વર્ગો હેરાન-પરેશાન છે. દેશમાં આર્થિક અસમાનતા વધી રહી છે. ગરીબ અતિ ગરીબ થતો જાય છે. ધનિક વધુ ધનિક થતા જાય છે. ભાજપ સરકારની નિતિ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને નુકસાન કરનાર છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. ખેડૂત-ખેતીને બચાવવામાં દેશ હિતમાં કામ કરવાની જરૂર છે. ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દીધું છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓને આવકારીએ છીએ.
શ્રી લાલભાઈ પગી, રાકેશભાઈ પગી, જગદીશભાઈ વણકર, ધીરાભાઈ લખુભાઈ પગી, ખાતુભાઈ પગી, જીતેન્દ્રભાઈ પગી, સુખીબેન પગી, સોનીબેન પગી, ચંપાબેન પગી સહિત 50 જેટલા આગેવાનો શ્રી જીતેન્દ્ર પટેલના નેતૃત્વમાં કોંગ્રેસપક્ષમાં વિધિવત રીતે જોડાયા હતા.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, એ.આઈ.સી.સી.ના પૂર્વ મંત્રીશ્રી સોનલબેન પટેલ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી ઉપસ્થિત રહ્યાં હતાં.
Author: ભાગવત ભૂમિ
Hi