ગોંડલ નગર પાલિકા માં છેલ્લી ત્રણ ટર્મથી ભાજપના બેનર હેઠળ વોર્ડ નંબર ૪ માં ચૂંટણી લડી વિજેતા થતા પાલીકામા જાહેર જનતા માટે સર ભગવત સિંહજી વાંચન માટે આશરે ૧૪૦ વર્ષ પહેલાં લાઈબ્રેરી નું નિર્માણ કરેલ હતું તે લાઈબ્રેરી કમીટી ના ચેરમેન તરીકે હાજરાબેન ચૌહાણ ની નિયુક્તિ થતા સમર્થકો તેમજ સ્ટાફ દ્રારા હારતોરા કરી નિયુક્તિને આવકારી હતી
ગોંડલ શહેરમાં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી સારી કામગીરીની મોવડી મંડળ એ નોંધ લઈ વોર્ડ નંબર ૪ માં ગોંડલ નગર પાલિકાની ટિકિટ આપી ચૂંટણી લડાવી હતી છેલ્લા ત્રણ ટર્મથી ભાજપના બેનર હેઠળ ચૂંટણી લડી વિજેતા થતા અને સતત લોકોના સંપકૅ રહી સારી કામગીરી કરીને પાલિકા માં લાઈબ્રેરી કમિટીના ચેરમેન તરીકે ની જવાબદારી સોંપતા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, શહેરભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા, વિધાનસભા ગોંડલ નાગરિક બેંક ના ચેરમેન અશોકભાઈ પિપળિયા,ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિટિ ડિરેકટર બાવભાઈ ટોળિયા, સુન્ની મુસ્લિમ યંગ કમીટી ના પ્રમુખ આમદભાઈ ચૌહાણ,ભાજપ અગ્રણી અફઝલ પરિયટ, ગફારભાઈ ચૌહાણ તથા લાઈબ્રેરી ના સ્ટાફગણ સહિતના અગ્રણિઓએ શુભેચ્છાઓ પાઠવી હતી આ તકે હાજરાબેન ચૌહાણેએ જણાવેલ હતું કે લાઈબ્રેરી ના પડતર પ્રશ્નો નું તાત્કાલિક પણે નિરાકરણ કરવામાં આવશે તેમજ ભગવતપરામાં બાકી રહેતાં કામો ઝડપી પુરા કરવા કોલ આપ્યો હતો આ સાથે લોકોને જાગૃત નાગરિક તરીકે જવાબદારી નિભાવી આપના વોર્ડના બાકી રહેતાં કામો અંગે સંપકૅ કરવા જણાવ્યુ હતુ
Author: ભાગવત ભૂમિ
Hi