આપવા માટેના ભરતીના નિયમમાં સુધારો મંજુર કરવાના નિર્ણયને આવકારી પદાધિકારીશ્રીઓનું સન્માન કરતા વાલ્મિકી સમાજના આગેવાનો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત.તા.૧૯/૧૧/૨૦૨૪ના રોજ મળેલ દ્વિમાસિક સાધારણ સભામાં સફાઈ કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં રહેમરાહે વારસદાર તરીકે નિમણૂંક આપવા માટેના ભરતીના નિયમમાં સુધારો સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ. આ નિર્ણયને વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા આવકારી ગત તા.૧૯/૧૧/૨૦૨૪ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓનું સન્માન કરવામાં આવેલ.
અગાઉ જ.બો.ઠ.નં.૪૯ તા.૨૭/૦૯/૨૦૧૨ મુજબ શરત નં.(૧) અને (૨):
(૧) સફાઈ કામદાર તેની નોકરી દરમિયાન નોકરીના કારણે જ(on account of his employment) કોઈ રોગનો ભોગ બને અને તેની મેડિકલ તપાસમાં કામ કરવા કાયમી અશક્ત જાહેર થાય તો તેમના કોઈ એક વારસદારને માસિક રૂ.૪૫૦૦/-ના ઉચ્ચક વેતનથી ત્રણ વર્ષ માટે રહેમરાહે સફાઈ સહાયક તરીકે નિમણુંક આપવામાં આવશે. ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ કામગીરીનું મુલ્યાંકન કરી નિયત પગાર ધોરણમાં નિમણુંક આપવામાં આવશે.
(૨) સફાઈ કામદારની નૌકરી દરમિયાન નોકરીના કારણે જ(on account of his employment) કોઈ રોગના ભોગ બને અને મેડિકલ તપાસ કરવાનું જરૂરી જણાય ત્યારે આ કામ માટે નિયત કરવામાં આવેલ સભ્યોની સમિતિને રિફર કરવામાં આવશે. જો સમિતિ સફાઈ કામદાર અશક્ત છે કે કેમ? તે અંગેનો અભિપ્રાય આપી શકે તેમ ન હોય, તેવા સંજોગોમાં તેવા કેસને સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે. જે સફાઈ કામદાર અશક્ત છે કે કેમ? તે અંગેનો અભિપ્રાય આપે તે પછી ઉપરોક્ત શરત નં.(૧) મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
ને બદલે/હવે પછી:- જ.બો.ઠ.નં.૩૮ તા.૧૯/૧૧/૨૦૨૪
“રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદાર કે જેઓએ ઓછામાં ઓછી ૨૦ વર્ષની નોકરી પૂરી કરેલ હોય અને ૫૪ વર્ષની વય પુરી કરેલ હોય અને તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા ઈચ્છે તો તેમની પાસેથી મેડિકલ અનફીટ સર્ટિફિકેટનો આગ્રહ રાખવાનો થતો ન હોય, સમિતિની જરૂર જણાતી નથી જેથી આ જોગવાઈ રદ્દ કરવામાં આવે છે”.
ઉપરોક્ત નિર્ણયને આવકારી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયાનું વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા ફૂલહારથી સન્માન કરવામાં આવેલ.
Author: ભાગવત ભૂમિ
Hi