અંજાર તાલુકા ક્ષત્રિય સમાજ ના ૨૮૦ થી વધુ તેજસ્વી બાળકો (ધોરણ -૦૧ થી કોલેજ સ્નાતક થયેલા તેમજ વિશિષ્ઠ ક્ષેત્રે ઉપલબ્ધિ પ્રાપ્ત કરેલ) ને સન્માનિત કરવામાં આવ્યા.
સ્કૂલ થી કોલેજ માં અભ્યાસ કરતા તેજસ્વી બાળકો આવતીકાલ નુ આપણા સમાજ નું ભવિષ્ય છે, અને આ બાળકો ના જીવન અને શિક્ષણના ઘડતર ની જવાબદારી એમના માતા પિતાની છે જ્યારે સમયાતંરે આ બાળકોએ મેળવેલ ઉચ્ચ સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓ ને સમાજ મા પ્રકાશિત અને સન્માનિત કરવાની સમાજ ની ફરજ છે.
અને આ સુંદર અને સફળ ફરજ રાજપૂત ક્ષત્રિય સમાજ મેડિકલ & એજ્યુકેશન વેલ્ફેર ટ્રસ્ટ – અંજાર નિભાવી હતી.
આ પ્રસંગે કચ્છ ક્ષત્રિય સભા ના પ્રમુખ અને રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, લાલન કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઝાલા સાહેબ, અંજાર તાલુકા સમાજ પ્રમુખ સુધીરસિંહ જાડેજા, શહેર પ્રમુખ શ્રી દશરથસિંહ જાડેજા તેમજ મુખ્ય દાતા સહદેવસિંહ જાડેજા (પડાણા) અને સહયોગી દાતા નાનુભા વાઘેલા (પડાણા) અને મારી સાથે સમાજ ના વિવિધ સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજના કાર્યક્રમ લક્ષી શિક્ષણ બાબતે માનનીય શ્રી ઝાલા સાહેબ, અને આરોગ્ય બાબતે તકેદારી કેમ રાખવી એ વિશે ડૉ. શિતલબા જાડેજા અને સામાજિક શૈક્ષણિક મુદ્દે મારું ઉદ્બોધન રહ્યુ હતુ.
અંજાર શહેર થતા તાલુકા ના વિવિધ ગામડાઓમાંથી ક્ષત્રિય સમાજ ના પરિવારો, વડીલો, વિદ્યાર્થી ના માતા પિતા અને વિદ્યાર્થી દીકરા દિકરીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ નું ખુબજ સુંદર સંચાલન શ્રી જયદીપસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, આભારવિધિ સંજયસિંહ જાડેજા દ્વારા અને સમગ્ર કાર્યક્રમ નું સુચારુ અને સુંદર સફળ આયોજન રાજપૂત ક્ષત્રિય સમાજ મેડિકલ & એજ્યુકેશન વેલ્ફેર ટ્રસ્ટ – અંજાર ના સર્વ ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. આયોજન ટીમ ના સર્વ ભાઈઓ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન..
જયદેવસિંહ એન. વાઘેલા (રાજપૂત યુવા)
Author: ભાગવત ભૂમિ
Hi