ભક્તિનગર પોલીસ સ્ટેશનની વિઝીટ કરી પોલીસ સ્ટેશનની વિવિધ વિભાગોની કામગીરીથી માહિતગાર થતા શ્રી સનરાઇઝ પ્રાઇમરી સ્કુલના વિદ્યાર્થી

 

રાજકોટ શહેર ના પોલીસ કમીશ્નર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ, અધીક પોલીસ કમીશ્નર શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ,ઝોન-૧ વિભાગના નાયબ પોલીસ કમીશ્નર શ્રી સજ્જનસિંહ પરમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમીશ્નર (પૂર્વ વિભાગ) શ્રી બી.વી.જાધવ સાહેબ તથા સુરક્ષા સેતુ સોસાયટી ના રાજકોટ શહેર ના નોડલ અધિકારી મદદનીશ પોલીસ કમીશ્નર શ્રી એમ.આઈ. પઠાણ સાહેબ ની સુચનાથી પ્રજા અને પોલીસ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો વિકસે તથા સ્કુલમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોલીસ વિભાગની વિવિધ કામગીરીથી અવગત થાય તથા પોલીસ પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાય તેવા હેતુથી ભક્તિનગર પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સ્પેકટર શ્રી મયુરધ્વજસિંહ એમ. સરવૈયા સા. ના માર્ગદર્શન હેઠળ તા.૨૯/૧૧/૨૦૨૪ ના રોજ શ્રી સનરાઇઝ પ્રાઇમરી સ્કુલ ના કુલ-૩૫ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ દ્રારા ભક્તિનગર પોલીસ સ્ટેશનની વિઝીટ કરવામા આવેલ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્રારા સૌ પ્રથમ બાળકોને આવકારવામા આવેલ ત્યારબાદ પી.એસ.ઓ., ઈન્વેસ્ટીગેશન, સર્વેલન્સ સ્કોડ, ઇ-ગુજકોપ, સમન્સ/વોરંટ, પાસપોર્ટ,એલ.આઇ.બી.(LIB),હાજરી માસ્તર, મુદ્દા માલ/એકાઉન્ટ,ટેકનીકલ સેલ જેવા વિવિધ વિભાગોની ખુબજ ઉંડાણપૂર્વક સમજ તેમજ માહિતી આપવામા આવેલ તથા પોલીસ વિભાગમા વપરાતા વિવિધ પ્રકારના હથિયારોનુ પ્રદશન કરી તેની બનાવટ તથા મારકક્ષમતા વિશે માહિતી આપવામા આવેલ તથા બાળકોને ગુડ ટચ બેડ ટચ, સાયબર અવેરનેશ તથા ટ્રાફીક નિયમો વિશે પણ માહિતી આપવામા આવેલ પોલીસ સ્ટેશનની મુલાકાત અંતે પોલીસ સ્ટાફ દ્રારા બાળકોને ચોકલેટ આપી મોઢા મીઠાં કરાવવામા આવેલ ઉપરોકત વીઝીટ પુર્ણ થતા વિદ્યાર્થીઓને મળેલ ખુબજ ઉપયોગી માહીતીથી તથા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્રારા મળેલ સાથ સહકારથી ખુબજ ઉત્સાહીત અને આંનદીત થયેલ વિદ્યાર્થીઓ દ્રારા પોતે જાતે બનાવેલા વિવિધ પ્રકારના “THANK YOU CARD” પોલીસ કર્મચારીઓને આપી પોતાની લાગણી વ્યકત કરેલ વિદ્યાર્થી સાથે આવેલ સ્કુલના શિક્ષક શ્રીઓ દ્રારા પણ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફનો આભાર વ્યકત કરવામાં આવેલ

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.