માનવ શાકાહારી કે માંસાહારી

માનવનાં હાડકા અને તેની શરીર રચનાનું અધ્યયન એ સિદ્ધ કરે છે કે માનવ શાકાહારી પ્રાણી છે. માનવ અને શાકાહારી પ્રાણીની શરીર રચનામાં સામ્યતા છે. ‘માનવ માંસાહારી પ્રાણી નહિ પરંતુ શાકાહારી પ્રાણી છે’ : શાકાહારી અને માંસાહારી પ્રાણીઓમાં નીચે મુજબ મુખ્ય અંતર છે.

(૧) શાકાહારી પ્રાણીઓનાં આંતરડાની લંબાઈ લાંબી હોય છે અને માંસાહારી પ્રાણીઓના આંતરડાની લંબાઈ ટૂંકી હોય છે.
(૨) માંસાહારી પ્રાણીઓમાં દાંત (રાક્ષસી દાંત) મોટા અને ખૂબ તીક્ષ્ણ હોય છે. માનવના દાંત નાના હોય છે. માનવીની લાળ આલ્કલાઇન છે. તેમાં ટાઈલિન નામનો રસ છે જે શર્કરાને પચાવવામાં મદદ કરે છે માંસાહારી પ્રાણીઓની લાળ એસીડીક છે.
(૪) માનવ જઠરનો સ્ત્રાવ માંસ ભક્ષક પ્રાણીઓનાં જઠરનાં સ્ત્રાવ કરતો પા ભાગ જેટલો જ એસિડિક છે માંસાહારી પ્રાણીઓનાં જઠરનો સ્ત્રાવ અતિ એસિડિક છે, કારણ કે તેમને અતિ પ્રોટીનયુકત માંસનું પાચન કરવાનું હોય છે.
(૫) માનવીનાં હાથનાં નખો માંસાહારી પ્રાણીઓનાં નખો કરતા ખુબ જ નાના હોય છે. માંસાહારી પ્રાણીઓને માંસ ભક્ષણ માટે લાંબા અને અણીદાર નખોની જરૂર રહે છે.
(૬) માનવીનાં યકૃતમાંથી ખૂબ જ ઓછા પ્રમાણમાં બાઈલનો સ્ત્રાવ ઝરે છે, પરંતુ માંસાહારી પ્રાણીઓને અતિ ચરબીયુકત માંસનું પાચન કરવાની જરૂર હોવાને કારણે તેમનું યકૃત ખૂબ જ વધારે માત્રામાં બાઇલનું નિર્માણ કરે છે.
(૭) દરેક માંસાહારી પ્રાણી જીભથી પાણી પીવે છે. જ્યારે શાકાહારી હોઠથી પાણી પીવે છે. જેમ કે સિંહ માંસાહાર પ્રાણી છે. બાહ્ય રૂપ શકિતશાળી હોવા છતાં તે જલ્દી થાકી જાય છે. તે ક્રોધી સ્વભાવનો હોય છે. હાથી શાકાહારી પ્રાણી છે પણ તે વધારે શકિતશાળી અને સહનશીલ હોય છે.
આ બધા કારણોથી એવું સાબિત થાય છે કે મનુષ્ય શાકાહારી પ્રાણી છે.

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Leave a Comment

Read More