ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીયશ્રીસી.આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીની સૂચનાઅને પ્રદેશ સહ-ચૂંટણી અધિકારીશ્રી તથા રાજકોટ જીલ્લા પ્રભારીશ્રી ધવલભાઈ દવેની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા રાજકોટ જીલ્લા પ્રમુખઅલ્પેશભાઇ ઢોલરીયાની અઘ્યક્ષતામાં માર્કેટિંગયાર્ડ,ગોંડલ ખાતે સંગઠન પર્વ૨૦૨૪ અંતર્ગત દ્રિતીય જીલ્લા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકેરાજકોટ જીલ્લા સંગઠન પર્વના ચૂંટણી અધિકારીશ્રી આશિષભાઇ દવે, જીલ્લાસહ-ચૂંટણી અધિકારીશ્રી જે.કે.ચાવડા, જીલ્લા સહ–ચૂંટણી અધિકારીશ્રીપ્રફુલભાઇ ટોળીયા, સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના સંગઠન પર્વના અધિકારીશ્રી વિશાલભાઈ ભરવાડ, જીલ્લા સહ–ચૂંટણી અધિકારીશ્રી દીપકભાઇ પીપળીયા, જીલ્લા મહામંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી હરેશભાઈ હેરભા, શ્રી રવિભાઈ માંકડિયા, ધારાસભ્યશ્રી ડો.મહેન્દ્રભાઈ પાડલીયાની ઉપસ્થિતિમાં દ્રિતીયકાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળા અંતર્ગત માહિતી પૂરી પાડતા પ્રદેશ સહ-ચૂંટણી અધિકારીશ્રી ધવલભાઈ દવે દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓને આગામી સમયમાં થનાર મંડલ પ્રમુખશ્રીઓની વરણી માટે ધારાધોરણો અને વયમર્યાદા અંગેનું વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તેમજ રાજકોટ જીલ્લા સંગઠન પર્વના ચૂંટણી અધિકારીશ્રીઆશિષભાઇ દવે અને જીલ્લા સહ-ચૂંટણી અધિકારીશ્રી જે.કે.ચાવડાએ અપેક્ષિતશ્રેણીના કાર્યકર્તાઓની નોંધ લઈને સંગઠન પર્વ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જીલ્લાની કાર્યશાળામાં જીલ્લા અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા દ્વારાઉપસ્થિત કાર્યકર્તાનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને સદસ્યતા અભિયાન અંતર્ગત રાજકોટ જીલ્લાની શ્રેષ્ઠ કામગીરી માટે કાર્યકર્તાઓનો આભારઅને અભિનંદન પાઠવ્યા હતા.
તેમજ આભારવિધિ જીલ્લા મહામંત્રીશ્રી રવિભાઈ માંકડિયા દ્વારા કરવામાં આવી હતી. આ જીલ્લા કાર્યશાળા સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ તેમજજીલ્લા ભાજપના હોદેદારો, મંડલના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જીલ્લા પંચાયત, તાલુકાપંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેન, મંડલ સંગઠન પર્વના ઇન્ચાર્જશ્રીઓ સહિતના જીલ્લા અને મંડલના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.સમગ્ર કાર્યશાળાનું સંચાલન જીલ્લા મહામંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું. તેમરાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જશ્રી રાજેશભાઈ ગોંડલીયા અને સહ-ઇન્ચાર્જશ્રીપ્રકાશભાઈ સોલંકીની યાદીમાં જણાવે છે.
Author: ભાગવત ભૂમિ
Hi