***
પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ દ્વારા વાહનચાલકોનીસગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ–ઑક્શનકરવામાં આવશે.
એલ.એમ.વી. કાર, થ્રી વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉનાસિરીઝમાં બાકી રહેલ ગોલ્ડન–સિલ્વર નંબરોનું ઈ–ઑક્શન શરૂ કરવામાંઆવનાર છે. આ ઈ–ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવાઇચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરાવીhttp://vahan.parivahan.gov.in/fancy પર આગામી તા. ૧૬ ડિસેમ્બર૨૦૨૪ બપોરે ૦૪.૦૦ કલાક પછીથી ૧૮ ડિસેમ્બર ૨૦૨૪ બપોરે ૦૪.૦૦ કલાકસુધીમાં ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા. ૧૮ ડિસેમ્બર ૨૦૨૪ બપોરે ૦૪.૦૦ કલાક પછીથી ૨૦ ડિસેમ્બર૨૦૨૪ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઈ–ઑક્શનનું બિડિંગ યોજાશે.
ફેન્સી નંબર મેળવવા ઇચ્છૂક અરજદારોએhttp://vahan.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈ સેલઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બે માંથી જે વહેલું હશે તેતારીખથી સાત દિવસમાં અરજી કરી દેવાની રહેશે. અરજી કરેલ હોય તેવા જઅરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસનાઅંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. નિયત સમય બહારનીઅરજીઓ રદ કરવામાં આવશે.
અરજદારે હરાજીની પ્રકિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડનીરકમનાં નાણાં જમા કરાવવાનાં રહેશે. આ સમયમર્યાદામાં નાણાં ચૂકવવામાંનિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.
અસફળ અરજદારને રીફંડ હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરતકરવાનાં હોવાથી જે રીતે ચૂકવણું કર્યું હોય તે જ મોડથી અરજદારના તે જખાતામાં નાણાં પરત કરવામાં આવશે.
Author: ભાગવત ભૂમિ
Hi