*****
રક્તપિત્તમુક્ત જિલ્લાના લક્ષ્ય સાથે અમદાવાદનું જિલ્લાઆરોગ્ય તંત્ર સજ્જ
*****
12થી 21 ડિસેમ્બર, 2024 દરમિયાન જિલ્લા આરોગ્ય તંત્રદ્વારા નવ તાલુકાનાં 27 ગામોમાં શંકાસ્પદ કેસોની તપાસકરાશે
*****
આ કેમ્પેઇનમાં જિલ્લાની 64 ટીમ દ્વારા 27 ગામના 7919 પરિવારના 40,737 લોકોની તો એએમસી દ્વારા 177 ટીમ થકી81,822 લોકોની સઘન આરોગ્ય ચકાસણી કરવામાં આવશે
*****
જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીનીઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે લેપ્રસી કેસ ડિટેન્શનકેમ્પેઇન અંગે બેઠક યોજાઈ
*****
વર્ષ 2027 સુધીમાં રક્તપિત્તમુક્ત ભારતના વિઝનને સાકાર કરવા માટેઅમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર તથા આરોગ્ય તંત્ર દ્વારા સતત પ્રયાસો હાથધરવામાં આવે છે. રક્તપિત્તનું સમયસર નિદાન થઈ જાય અને યોગ્યસારવાર મળી જાય તો તેનાથી વહેલીતકે મુક્તિ મેળવી શકાય છે તથા કોઈપણ જાતની ખોડખાંપણ નિવારી શકાય છે. રક્તપિત્તના શંકાસ્પદ કેસોનેશોધીને સારવાર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારાઆગામી 12મી ડિસેમ્બરથી 21 ડિસેમ્બર, 2024 દરમિયાન ‘લેપ્રસી કેસડિટેન્શન કેમ્પેઇન’ (એલસીડીસી)નું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીવિદેહ ખરેની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે લેપ્રસી કેસ ડિટેન્શન કેમ્પેઇનઅંગે બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસઅધિકારીશ્રીએ કેમ્પેઇનની રૂપરેખા અંગે જાણકારી મેળવીને આ કેમ્પેઇનનેવધારે સુવ્યવસ્થિત અને સઘન બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યાં હતાં.
12થી 21 ડિસેમ્બર, 2024 દરમિયાન આ કેમ્પેઇન અંતર્ગત અમદાવાદજિલ્લાના નવ તાલુકાનાં 27 ગામોમાં શંકાસ્પદ કેસોની તપાસ કરાશે. આકેમ્પેઇનમાં જિલ્લાની 64 ટીમ દ્વારા 27 ગામના 7919 પરિવારના આશરે40,737 લોકોની આરોગ્યની તપાસ હાથ ધરાશે તો સાથે સાથે અમદાવાદમ્યુનિ. કોર્પોરેશન દ્વારા પણ આ દિવસોમાં 177 ટીમ થકી 81,822 લોકોનુંહેલ્થ સ્ક્રીનિંગ હાથ ધરાશે.
અમદાવાદ જિલ્લોમાં વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં રક્તપિત્તનામાત્ર છ નવા કેસ સામે આવ્યા છે. શહેરી વિસ્તારની વાત કરીએ તોઅમદાવાદ શહેરમાં રક્તપિત્તના 30 નવા કેસ જોવા મળ્યા છે. અલબત્ત, દર10,000ની વસ્તીની દૃષ્ટિએ કેસની સંખ્યા જોઈએ તો અમદાવાદ જિલ્લામાંરક્તપિત્તનું પ્રમાણ ઘણું નીચું માત્ર 0.08 રહ્યું છે, એટલે ચિંતાજનક નથી, છતાંઆ રોગ અંગે લોકજાગૃતિ અને લોકસહકાર ખૂબ જ જરૂરી છે. કુષ્ઠરોગમુક્તજિલ્લાના લક્ષ્ય સાથે અમદાવાદનું જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રસજ્જ છે.
જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં યોજાયેલી લેપ્રસીકેસ ડિટેન્શન કેમ્પેઇનની બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. શૈલેષપરમાર, જિલ્લા આરોગ્ય તંત્રના કુષ્ઠરોગ વિભાગના અધિકારીશ્રીઓ, એએમસીના આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ અને જિલ્લા સંકલનસમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Author: ભાગવત ભૂમિ
Hi