**
રાજકોટ મહાનગરપાલિકાના 34 માં મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરા એ ગઈકાલે પોતાનો વિધિવત ચાર્જ સંભાળતા ની સાથે જ આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બુકે આપી શુભેચ્છા પાઠવી હતી.
રાજકોટ શહેર ના લોકોના પ્રશ્નો ઉકેલવાને પ્રાધાન્ય આપવાની કમિશનર શ્રી એ બાહેધરી આપી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમયથી ફાઈલો પેન્ડિંગ છે. મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ભોરિંગ ભરડામાં સપડાયેલું છે. રાજકોટના રાજ્ય સભાના સાંસદે પણ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા માં લોકોના કામો થતા નથી ત્યારે મ્યુનિસિપલ કમિશનર પાસે રાજકોટના નગરજનો વતી લોક પ્રશ્નો ઉકેલવા, સારા નિર્ણયો માટે કોંગ્રેસનું હંમેશા હકારાત્મક વલણ રહેશે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા, મેઘજીભાઈ રાઠોડ, ધરમભાઈ કાંબલીયા, મકબુલ દાવદાણી, કોમલબેન ભરાઇ, સંજયભાઈ અજુડીયા, અજીતભાઈ વાંક, ગોપાલ મોરવાડીયા, હરેશભાઈ ભારાઈ સહિતના આગેવાનોએ આજે કમિશનરને શુભેચ્છા મુલાકાતમાં જોડાયા હતા.
Author: ભાગવત ભૂમિ
Hi