રૂા.1.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ
અવારનવાર ગોંડલ તેમજ તેની આસપાસના વિસ્તારમાંથી પોલીસ દારૂ અને નશીલા પદાર્થો શોધી કાઢતી હોય છે ત્યારે સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાગામની સીમ વિસ્તારમાંથી સુલતાનપુર પોલીસને ઇંગલીશ દારૂ તથા બીયરનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા પ્રોહિબિશન ડ્રાઇવ ચલાવી રહી છે જેના કારણે પોલીસ સતત સક્રિયતાથી અસરકારક કામગીરી કરી રહી છે.
જે અન્વયે ડીવાયએસપી કે.જી.ઝાલા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.કાકડીયા સહિતનો સ્ટાફને નવાગામની સીમ વિસ્તારમાથી કુલ 1,16,388/- રૂપિયાનો ઇંગલીશ દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો સાથે તથા મોબાઇલ ફોન મળી કુલ 1,26,388/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે દારૂના જથ્થા સાથે નવાગામના બે આરોપીઓ અશોક જેરામભાઇ સરવૈયા અને રોહીત ઉર્ફે બકરી દિનેશભાઇ સરવૈયા ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
સુલતાનપુર પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એ.બી.કાકડીયા, એએસઆઇ મહીપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ, જયસુખભાઈ અને વિરેન્દ્રસિંહ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.
Author: ભાગવત ભૂમિ
Hi