ગોડલમાં બેંક કર્મચારીની પત્ની-પુત્રને ટોળકી વશીકરણ કરી ઉપાડી ગયાની ફરિયાદ

 

શાપર પોલીસ મથકની મહિલા જીઆરડી સહિતના વિરુધ્ધ ગંભીર આક્ષેપો

ગોંડલ, તા.૧૫ : ભોજરાજપરામાં રહેતા અને બેંકમાં નોકરી કરતા રાજેન્દ્ર પ્રવિણભાઈ વ્યાસ નામના યુવાને ગોંડલ ડીવાયએસપીને લખિત ફરિયાદ કરી અનેક ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા અને મહાકાળીનગરમાં રહેતા અને કોલેજ ચોકમાં ઢોસાની લારી ચલાવતો રવિ હસમુખ ધોળકીયા, તેનો ભાઈ ધર્મેઈ તથા સંજય અને ધર્મેશની પત્ની કાજલ તેમજ શાપર પોલીસ મથકમાં જીઆરડી તરીકે નોકરી કરતી રીનાબેન રાવલ અને તેના સાગરીતો વિરુધ્ધ ફરિયાદ કરી હતી.

આ મામલે બેંક કર્મચારી

રાજેન્દ્ર વ્યાસે એવા આક્ષેપો સાથે ફરિયાદ કરી હતી કે ગત તા.૨૩/૯ના તેની પત્ની હર્ષા ઘેર એકલી હતી ત્યારે હર્ષા તથા તેના પુત્રને સ્કૂલેથી ડરાવી ધમકાવી મેલી વિદ્યાથી વશીકરણ કરી ભગાડી ગયા હતા અને આ અંગે બી.ડીવી.પોલીસમાં ફરિયાદ કરી હતી અને ફરજ પરના કર્મચારી રવિ ચાવડાએ ફરિયાદ નોંધી હતી. બાદમાં નવ દિવસ પછી શાપરની રીનાબેન રાવલ, રવિ સહિતના શખસો માતા-પુત્રને બી.ડીવી. રજુ કર્યા હતા ત્યાં રાજેન્દ્ર વ્યાસને ધમકાવી એક સમજુતી કરારની કોપી આપી કાઢી મુક્યો હતો.

આ અંગે વધુમાં જણાવ્યા મુજબ રાજેન્દ્રની પત્ની હર્ષા ઘેરથી રૂ.૪૦ હજારની રોકડ, સોનાના કઈડા અને મોબાઈલ લઈ ગઈ હતી. જે વસ્તુઓ પરત આપવામાં આવી નથી અને હાલમાં આ ટોળકી દ્વારા તેની પત્ની પાસે દારૂ- જુગાર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે અને હર્ષા પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવતા હોવાની દહેશત વ્યક્ત કરી હતી અને હાલમાં માતા-પુત્ર ક્યાં છે. બંનેને વેચી નાખ્યા હોય તેવી પણ દહેશત છે. આ ટોળકીમાંની ચુંગાલમાંથી માતા- પુત્રને છોડાવવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી હતી તેમજ રાજકોટ એસપી.ગૃહમંત્રી, મુખ્યમંત્રી,ડીજીપીને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

Leave a Comment

Read More