વિસાવદરતા.ટીમ ગબ્બર ગુજરાતના કાંતિ.એચ.ગજેરા એડવોકેટ તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી,કાયદા મંત્રી,
સચિવશ્રી,આર.એન્ડ બી ( સ્ટેટ) કાર્યપાલક ઇજનેર, આર એંડ બી ડિપાર્ટમેંટ(સ્ટેટ),જુનાગઢ સહિતનાને રજુઆત કરી જણાવેલ છે કે,
વિસાવદરમાં હાલ ત્રણ કોર્ટ ચાલે છે અને ન્યાયાધીશ માટે રહેવા માટે ક્વાર્ટરની વ્યવસ્થા નથી છેલ્લા દસ વર્ષથી કવાર્ટર મંજુર થયેલ છે પણ તે માટેની જગ્યાની ફાળવણી કરવામાં આવેલ નથી અને ન્યાયાધીશ સાહેબોને ફરજિયાત ભાડાના મકાનમાં રહેવા જવું પડતું હોય તે મકાન કોર્ટ પ્રિમાઇસીસથી ઘણું દૂર હોય આવવા જવામાં ઘણી મોટીઅગવડતાઓ પડતી હોય અથવા તો જુનાગઢથી અપડાઉન કરવું પડતું હોય તેના કારણે અગવડતાઓ ઉભી થતી હોય તેથી વિસાવદર કોર્ટમાં ફરજ બજાવતા ત્રણેય ન્યાયાધીશ સાહેબો માટે નવા આધુનિક સુવિધાઓ વાળા કવાર્ટર બનાવવા અમારી માંગ સાથે રજુઆત છે તાજેતરમાં વિસાવદરના માંડાવડ ગામમાં દશ હજાર વાર જગ્યા નવા કોર્ટ બિલ્ડીંગ માટે ફાળવવામાં આવેલ છે તેની બાજુમાં હજુ સરકારી ખરાબાની જમીન ઉપલબ્ધ હોય ત્યાં સરકાર દ્વારા વધુ દશ હજાર ચોરસ મીટર જેટલી જગ્યા ફાળવવામાં આવે તે જરૂરી છે અને તે જગ્યાએ જજોના કવાર્ટસ બનાવવામાં આવે તો કોર્ટ પ્રિમાઇસીસ તથા કવાર્ટર બાજુ બાજુમાં બની શકે તેમ છે આ જગ્યાએ હાલ કવાર્ટર માટેની જગ્યા ઉપલબ્ધ છે ભવિષ્યમાં અહીં જગ્યા ઉપલબ્ધ ન હોય તેવું બની શકે તેમ છે કારણકે આ જગ્યાની આજુબાજુમાં નવી સરકારી હોસ્પિટલ તથા અન્ય કચેરીઓ માટે જગ્યાની ફાળવણી કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે તેથી વહેલામાં વહેલી તકે આ જગ્યાએ જમીનની ફાળવણી કરવામાં આવે તેવી અમો ટિમ ગબ્બરની માંગ છે ટીમ ગબ્બરની ઉપરોક્ત રજુઆતની ગંભીરતા ધ્યાને લઈ આ રજુઆત લાગુ પડતા વિભાગમાં રજુ કરી કરાવી આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવા ટીમ ગબ્બરની માગણી સાથે રજુઆત છે ટીમ ગબ્બરની રજુઆત લાગુ પડતા વિભાગના અધિકારીઓને પહોંચાડી અમારી રજૂઆત અન્વયે યોગ્ય કાર્યવાહી કરી / કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બરનાસરનામે મોકલી આપવા અરજ કરેલ હોવાનુ ટિમ ગબ્બર ગુજરાત ના ધારાશાસ્ત્રી નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.(ફોટા સાથે)
![ભાગવત ભૂમિ](https://secure.gravatar.com/avatar/0a7b601146069a0861ca5cc0771ea197?s=96&r=g&d=https://bhagvatbhumi.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)
Author: ભાગવત ભૂમિ
Hi