પ્રેમીની પત્નીએ પ્રેમીકા ની પાવડા નાં ઘા મારી હત્યા કરી:રાજકોટ થી પ્રેમી ને મળવા આવી હતી:હત્યા કરી પત્નિ પોલીસ સ્ટેશન પંહોચી:

ગોંડલ નાં ધારેશ્વર મહાદેવ મંદિર પાસે વાછરારોડ પર આવેલી સ્કુલની સામે બપોર નાં સુમારે રાજકોટ થી પ્રેમીને મળવા આવેલી યુવતી પર પ્રેમીની પત્નીએ પાવડાનાં આડેધડ વાર કરતા યુવતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ.યુવતીની હત્યા કરી પ્રેમીની પત્નિ પોલીસ સ્ટેશન માં હાજર થઈ હત્યાની કબુલાત કરી હતી.બનાવ નાં પગલે એ ડીવીઝન પોલીસ ઘટના સ્થળે પંહોચી હત્યા કરાયેલ યુવતીનાં મૃતદેહ ને સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ નાં કોઠારીયા રણુજા મંદિર પાસે રહેતી જલ્પા ગીરધરભાઇ ભાલીયા ઉ.૨૪ રાજકોટ થી ગોંડલ તેના પ્રેમી કિશન હાડા ને મળવા આવી હતી.કિશને વાછરારોડ સ્કુલ સામે આવેલી ધીરુભાઈ ઠુમર ની વાડી ભાગમાં વાવવા રાખી હોય જલ્પા બપોર નાં ત્રણનાં સુમારે વાડીએ પંહોચી હતી.
દરમ્યાન કિશન નાં પત્નિ જીજ્ઞાબેન ને પતિનાં પ્રેમ પ્રકરણ ની જાણ હોય જલ્પા ને જોઇ ને ઉશ્કેરાઇ હતી.અને રોડ પર બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.આ વેળા ઉશ્કેરાયેલા જીજ્ઞાબેને વાડીમાં થી પાવડો ઉપાડી જલ્પા નાં માથા પર આડેધડ ઘા કરતા લોહીલુહાણ હાલત માં જલ્પા ઢળી પડી હતી.અને માથામાં ગંભીર ઇજાઓ ને કારણે તેનું મોત નિપજ્યું હતું.પળવાર માં બનેલી ઘટનાથી કિશન અને તેનો પરિવાર હેબતાઇ ગયો હતો.બાદ માં કિશનનાં પિતાએ પોલીસ માં જાણ કરતા એ ડીવીઝન પોલીસ નાં પીઆઇ.આનંદ ડામોર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.બીજી બાજી પતિની પ્રેમિકા નું ઢીમ ઢાળી દઇ જીજ્ઞાબેન પોલીસ સ્ટેશન પંહોચી હતી.
પોલીસ સુત્રો અનુસાર મૃતક જલ્પા અને પરણીત કિશન ને ઇન્ટ્રાગ્રામ દ્વારા પરીચય થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો.બન્ને પ્રેમી પંખીડા થોડા સમય પહેલા નાશી છુટ્યા હતા.પણ પોલીસ ફરિયાદ થતા ગોંડલ પોલીસે જડપી લીધા હતા.ત્યારબાદ પણ બન્ને વચ્ચે પ્રેમ સબંધ ચાલુ રહ્યો હતો.
જલ્પાનાં લગ્ન સરધાર પાસેનાં લોધીડા ગામે ઉમેશ રાયધનભાઇ મેર સાથે થયા હતા.પણ પતિ પત્નિ વચ્ચે મનમેળ ના હોય જલ્પા રીસામણે માવતર આવતી રહી હતી.તે પછી સમાધાન થયુ હતુ.પણ ફરી મનદુખ થતા આખરે બન્ને વચ્ચે છુટાછેડા થયા હતા. જલ્પાને ઉમેશ સાથેનાં લગ્ન જીવન થી એક પુત્ર છે.જે હાલ પતિ પાસેછે.જલ્પા ગોંડલ પણ ઓરડી ભાડે થોડો સમય રેકાઇ હતી.એ સમયે પેટ્રોલ પંપ માં નોકરી કરતી હતી.હાલ ત્રણેક મહીનાંથી તેની માતા સાથે રહેતી હતી.
સવારે ગોંડલ ચોકડીએ કામછે.તેવુ તેની માતાને કહી જલ્પા ઘરેથી નિકળી હતી.અને ગોંડલ પંહોચી હતી.
દરમિયાન બપોરે પ્રેમીને મળવા વાડીએ પંહોચતા પ્રેમી ની કાળજાળ બનેલી પત્નીએ પાવડાનાં ઘા મારી હત્યા નિપજાવી હતી.
પોલીસે બનાવ અંગે મૃતક જલ્પાની માતાને બનાવ અંગે જાણ કરતા રાજકોટ થી તેની માતા અને ભાઇ ગોંડલ દોડી આવ્યા હતા. પોલીસે જીજ્ઞાની અટક કરી પુછતાછ શરુ કરીછે.

Leave a Comment

Read More