ક્ષત્રીય ,ચારણને વાણિયા ચોથી નાનકડી નાર,આને ભક્તિનો રંગ લાગે નઈ અને લાગે તો બેડો પાર..

રાજા એટલે ક્ષત્રિય (રાજપૂત) ચારણ (ગઢવી) વાણિયા અને નાનકડી નાર આ ચાર જીવોને કોઈપણ ક્ષેત્રે જલ્દી ચિત(ભક્તિ) લાગે નહીં અને જો લાગે તો એનો છેડો ગોત્યા વગર મુકે નહીં એમાંય રાજપૂતને તો યુદ્ધ, વૈરાગ્ય ભક્તિ, પ્રીતિ (અમર પ્રેમી વિર માંગળાવાળો અને પદ્માનું ઉદાહરણ આપણે જાણીએ છીએ) કે કોઈ અન્ય ક્ષેત્ર હોય એમાં જો ચિત લાગે તો વિજય કે શહાદત બેમાંથી એક તો મેળવીને જ રહે એ એના લોહીના ગુણધર્મો છે …

ઈશ્વરભક્તિ કે આધ્યાત્મિક ક્ષેત્રે પણ ક્ષત્રિયો પોતાનો ભવ્યાતી ભવ્ય ફાળો આપ્યો છે એમાં અગણિત નામો છે… 

 

આજે આપણે માનવકલ્યાણ અર્થે જે કાર્ય કરી રહ્યા છે તે સંતશ્રી લાલ બાપુ વિષે થોડું જાણીએ. લાલબાપુનો જન્મ ઉપલેટા તાલુકાના નાના એવા ગામ ગધેથડમાં “વાળા” રાજપુત પરીવારમાં થયેલો, પૂ. બાપુ બાલ્યાવસ્થાથી પુર્ણ ધર્મમય અને ખાસ કરીને ગાયત્રી મંત્ર અને ગાયત્રી માતાના ઉપાસક રહેલાં, તેઓ નાનપણમાં નાગવદરમાં પાઇપ સિમેન્ટ ફેકટરીમાં મજૂરી કરતા હતા અને જીવન નિર્વાહ માટે પરિવારને આર્થિક સહયોગ આપતા શ્રી બાપુ મૌનથી જ તેઓ ગાયત્રી જાપ કરતા અને સાથે સાથે કામ, મહેનત પણ કરતા ત્યારબાદ 22 વર્ષની યુવા વયે બાપુએ નાગવદર ગામના પાદરમાં એક નાના એવા મકાનમાં ગાયત્રી આશ્રમ ચાલુ કર્યો અને બાપુએ 17 વર્ષ સુધી ત્યાં રહી અને અનુષ્ઠાન પણ ચાલુ રાખેલ. 1992માં બાપુએ સંકલ્પ કર્યો કે સાડા ત્રણ વર્ષ સુધી કોઇને મળવું નહીં માત્ર ગાયત્રી માનું અનુષ્ઠાન અને એકાંતમાં રહેવું કોઇપણ વ્યકિતના સંપર્કમાં આવવું નહિં માત્ર તેમના શિષ્ય એવાં રાજુ ભગત ભોજનની થાળી પહોંચાડે… બાપુએ ત્રણ વર્ષ સુધી એક આસને સવા કરોડ મંત્ર પૂર્ણ કર્યા આ અનુષ્ઠાનની પૂર્ણાહૂતિ નિમિત્તે 23-03-96 ના રોજ ૧૫૧ કુંડી ગાયત્રી યજ્ઞ કરેલ અને જેમા આશરે પ લાખ લોકોને ભોજન રૂપી પ્રસાદ લીધેલ, ત્યારબાદ 1997માં બાપુએ ગધેથડ વેણુ ડેમના કાંઠે ટેકરા પર વડલો વાવી ત્યાં આશ્રમ બનાવાની ટેક લીધેલ ત્યારબાદ બાપુએ સંકલ્પ કર્યો કે આ મંદિરનું નિર્માણ આ ટેકરા પર નહીં થાય ત્યાં સુધી આશ્રમની બહાર પગ નહીં મુકુ તે તેની ટેક 12 વર્ષ સુધી ચાલી બાપુએ 12 વર્ષ સુધી આશ્રમની બહાર પગ ન મુકયો અને અંદર ને અંદર અનુષ્ઠાન અને પુજા પાઠ જ ચાલ્યા 12 વર્ષ પછી શિખરબંધ ગાયત્રી મંદિર બનેલ જયા શ્રી બાપુ તેના શિષ્ય એવા રાજુ ભગત સાથે જમવાનું બનાવે અને ઉપસ્થિત ભકતજનોને ભોજનરૂપી પ્રસાદ કરાવે. ત્યારબાદ પોતે ભોજન લે, આ નિત્ય પ્રક્રિયા આજે પણ ચાલુ છે. સમાજના લાખો દરિદ્ર નારાયણ દૂધ આરોગી નથી શકતા તેથી પોતે કયારેય દૂધ ને સ્‍પર્શ કર્યો નથી. શ્રી બાપુના ગુરૂ મગનલાલ જોષી અત્યારે બ્રહ્મલીન છે,

શ્રી બાપુ કહે છે કે વૈભવ પ્રેમી નહિં પ્રભુ પ્રેમી બનો. આજે આવડા વિશાળ આશ્રમમાં મોટરકાર નથી, સ્કુટર નથી, ટીવી નથી, મોબાઇલ ફોન નથી અરે ન્યુઝ પેપર પણ નથી માત્ર ને માત્ર પ્રભુમય વાતાવરણ માત્ર એક સાયકલ છે. શ્રી બાપુ કહે છે સમાજના પૈસાથી અમારે કોઇ પ્રસાધન સાધનો ન રાખવા જોઇએ અને રાત્રે માત્ર ચટાઇ પર જ સુવે છે… લાલબાપુના સંતપણાના જેટલા ગુણગાન ગાઈને એટલા ઓછા…. એક વખત ગધેથડ જઇને સૌ કોઈએ ગાયત્રીમાતાના દર્શન અને બાપુશ્રીના સાક્ષાત્કારનો લ્હાવો જરૂર લેવો જોઈએ

 

– જીતુભાઈ ના જય સ્વામિનારાયણ બધાં ભાવી ભક્તો ને જય માતાજી ✍️

Leave a Comment

Read More