જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લઇ ગૌરવ વધારતા શ્રી રામપરા પ્રાથમિક શાળાના બાળકો.

જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લઇ ગૌરવ વધારતા શ્રી રામપરા પ્રાથમિક શાળાના બાળકો

9 ડિસેમ્બર 2024 ના રોજ ઉગામેડી મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાના ગણિત – વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શનમાં ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો લંગાળીયા ખુશી વિપુલભાઈ અને ડેકાણી ભૂમિ વજુભાઈ એ વિજ્ઞાન શિક્ષક નીતિનભાઈ કૈલા ના માર્ગદર્શન નીચે સ્પીડ ટ્રાન્સપોર્ટ નામની કૃતિ રજૂ કરી ગઢડા તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
સ્પીડ ટ્રાન્સપોર્ટ અંતર્ગત સંગલડન ટનલ, ચિનાબ બ્રિજ, તથા અમરનાથ રોપવેનું વર્કિંગ મોડેલ રજૂ કર્યું હતું.
આ અનેરી સિદ્ધિ બદલ બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષક નીતિનભાઈને શાળા પરિવાર અને માંડવધાર સીઆરસી કોઓર્નેટનેટર દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા

Leave a Comment

Read More