જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી બનાસકાંઠા દ્વારા તાજેતરમાં ડિસા ખાતે U-19 બેઝબોલની રાજ્યકક્ષાની સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી અલગ-અલગ ટીમોએ અને ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. જેમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલના ખેલાડી સોરઠીયા કૌશિક અને ચોટારા ધરમ એ ખુબ જ સુંદર દેખાવ કરી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી મેળવેલ છે.
આ તકે ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપભાઈ છોટાળા અને ટ્રસ્ટી દિલીપભાઈ હડિયાએ ખેલાડીઓ અને કોચ શૈલેષ ભટ્ટને અભિનંદન પાઠવ્યા હતા.
Author: ભાગવત ભૂમિ
Hi