જો તમે તમારી રસોઇમાં લસણનો ઉપયોગ કરી રહ્યાં છો તો ચેતજો. કારણ કે, જે લસણ તમે બજારમાંથી ઘરે લઇ આવ્યા છો. તે ચાઇનીઝ લસણ હોય શકે છે. તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. દેખાવમાં સામાન્ય કરતાં સારા દેખાતા લસણની સુરત એપીએમસી માર્કેટમાં એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું છે. એપીએમસી દ્વારા ચાઈનિઝ લસણનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. સાથે જ આ લસણનો નાશ પણ કરવામાં આવ્યો છે.
સુરત APMCમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું છે. ૧૦ લાખની કિંમતનું લસણ જપ્ત કરાયું છે. ૨૧૫૦ કિલો પ્રતિબંધિત ચાઈનીઝ લસણ પકડાયું છે. ખેડૂતોની આજીવિકાના રક્ષણ માટે ચાઈનિઝ લસણ ઉપર પ્રતિબંધ છે. ૨૦૧૪ની સાલથી ચાઈનિઝ લસણના વેચાણ પર પ્રતિબંધ છે. ચાઈનિઝ લસણનું કદ નાનું, રંગ આછો સફેદ અથવા આછો પિંક કલર હોય છે. ભારતમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે નેપાળના રસ્તે ચાઇનીઝ લસણની સપ્લાય કરવામાં આવી રહી છે. ચાઇનીઝ લસણ પર હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
તપાસમાં પકડાયો જથ્થો
વેપારી બાબુ શેખે કહ્યું કે, લસણના વધેલા ભાવને લઈને ચીનથી લસણ ઘુસી રહ્યું છે. કાયદેસર અને ગરેકાયદેસર રીતે પણ આવે છે. સરકારની ગાઈજલાઈન પ્રમાણે આ લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમાં દવાનો ઉપયોગ થાય છે. આપણા ખેડૂતોને ભાવ ન મળતાં આ વખતે ઓછું વાવેતર કર્યું છે. ત્યારે ચાઈનિઝ લસણની શંકાસ્પદ રીતે તપાસ કરતા સામે આવતાં તેનો નાશ કર્યો હતો. એપીએમસીમાં આ પ્રકારના લસણના વેચાણ કરવામાં આવશે નહી. દેખાવમાં સારું હોવાના કારણે લોકો ચાઈનિઝ લસણ તરફ આકર્ષાય છે. ત્યારે એ લસણ ન લેવામાં આવે એ જ સલાહભર્યું છે.
Author: ભાગવત ભૂમિ
Hi