ભારતીય નૌકાદળ દ્વારા 60-દિવસીય રેઝિલિયન્સ પ્રોગ્રામના ભાગરૂપે માનસિક સ્વાસ્થ્ય પર વર્કશોપનું આયોજન કરાયું

ભારતીય નૌકાદળ દ્વારા તારીખ 07 જાન્યુઆરી 25ના રોજ ડૉ. ડી.એસ. કોઠારી ઓડિટોરિયમ, ડીઆરડીઓ ભવન, નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આધ્યાત્મિક ગુરૂ સિસ્ટર બીકે શિવાનીની આગેવાનીમાં ‘આત્મ-પરિવર્તન અને આંતરિક જાગૃતિ’ પર એક પરિવર્તનશીલ વર્કશોપ યોજવામાં આવ્યું હતું. વર્કશોપનું આયોજન નૌકાદળના કર્મચારીઓની માનસિક અને ભાવનાત્મક સ્થિતિ સ્થાપકતાને વધારવા માટે કરવામાં આવ્યું હતું. ચીફ ઓફ મટિરિયલના વાઈસ એડમિરલ કિરણ દેશમુખ મુખ્ય અતિથિ હતા.

વર્કશોપની શરૂઆત સ્વાગત પ્રવચન સાથે થયું અને ત્યારબાદ સિસ્ટર બી.કે. શિવાની દ્વારા બે કલાકના સત્રની શરૂઆત થઈ. વર્કશોપનો ઉદ્દેશ્ય માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અને ભાવનાત્મક સંતુલન જાળવવા, ખાસ કરીને ઉચ્ચ દબાણવાળી ભૂમિકાઓમાં સેવા આપતા નૌકાદળના કર્મચારીઓમાં વ્યવહારુ સાધનોની વધતી જતી જરૂરિયાતને સંબોધવાનો હતો.

બહેન બી.કે. શિવાનીએ મનના કાર્ય અને આંતરિક સંવાદિતાના મહત્વ વિશેની તેમની ગહન આંતરદૃષ્ટિથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. તેમના ગહન અને સંવાદાત્મક સત્રમાં માનસિક તણાવના મૂળ કારણોને સમજવા અને આત્મ જાગરુકતા, ધ્યાન અને સકારાત્મક વિચાર દ્વારા તેને દૂર કરવાની વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું. તેમણે તે વાત ભારપૂર્વક જણાવી હતી કે માનસિક સ્વાસ્થ્યની શરૂઆત આપણા વિચારોથી થાય છે. શાંતિપૂર્ણ, સકારાત્મક અને સશક્તિકરણ વિચારો પસંદ કરીને, આપણે આપણા અનુભવોને બદલી શકીએ છીએ અને સુખી અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ.

પોતાના સમાપન સંબોધનમાં મટિરિયલના વડાએ આ પહેલની પ્રશંસા કરી, તથા વ્યાવસાયિક તેમજ વ્યક્તિગત પરિપૂર્ણતાની ખાતરી કરવા માટે માનસિક સ્વાસ્થ્યના મહત્વપૂર્ણ મહત્વ પર ભાર મૂક્યો. તેમણે એ પણ જણાવ્યું કે નૌકાદળના કર્મચારીઓની માનસિક સુખાકારી શાંતિપૂર્ણ અને સુમેળભર્યા કાર્ય વાતાવરણ માટે મૂળભૂત છે. મટિરિયલના વડાએ માનસિક સ્વાસ્થ્યની હિમાયત માટે સિસ્ટર બીકે શિવાનીના સમર્પણની પ્રશંસા કરી હતી.

આ વર્કશોપ ભારતીય નૌકાદળ દ્વારા શરૂ કરાયેલ 60-દિવસીય સ્થિતિસ્થાપકતા કાર્યક્રમનો એક ભાગ હતો જેનો હેતુ નૌકાદળના કર્મચારીઓ અને તેમના પરિવારો વચ્ચે માનસિક સ્વાસ્થ્ય અને આંતરિક સંવાદિતા વધારવાનો હતો. આ વર્કશોપે જીવનના તમામ પાસાઓમાં માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવાની જરૂરિયાતલનું મહત્વ દર્શાવતા અને સહભાગીઓને સભાન અને સકારાત્મકતા સાથે જીવવા માટે પ્રેરિત કર્યાં હતા. વર્કશોપમાં નૌકાદળના અધિકારીઓ, ખલાસીઓ અને સંરક્ષણ નાગરિકોએ ભાગ લીધો હતો.

વર્કશોપની જબરજસ્ત સફળતાએ નૌકાદળના સર્વગ્રાહી સુખાકારી અને ઓપરેશનલ શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું મજબૂત બનાવ્યું

વિવિધ પ્રેક્ષકોને આ ઉપયોગી સત્રનો લાભ મળી શકે માટે આ કાર્યક્રમ ભારતીય નૌકાદળની અધિકૃત યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.

 

Leave a Comment

Read More