અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. 24 કલાકના અલ્ટિમેટમ બાદ આજથી અમરેલીના રાજકમલ ચોક ખાતે પરેશ ધાનાણી 24 કલાક માટે ‘નારી સ્વાભિમાન આંદોલન’ પર બેઠા છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આમરણાંત ઉપવાસ શરુ કર્યા છે. આ આંદોલનમાં લલિત કગથરા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, પ્રતાપ દુધાત,વિરજી ઠુમ્મર, જૈનીબેન ઠુમ્મર, કોંગ્રેસના મહીલા આગેવાન ગીતાબેન પટેલ, પૂર્વ ધારાસભ્યો સહિતના કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે.
Author: ભાગવત ભૂમિ
Hi