આશ્વાસન આપી લોકોને કરવામાં આવ્યા હંમેશા માટે આંધળાધૂત આખરે લોકોની આશા બદલાય નિરાશામાં

 

આ ઘટના રાજકોટ જિલ્લામાં આવેલ વીરનગર હોસ્પિટલની છે, જ્યા તા. 28/08/2024 ના રોજ મૌવા મા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું 30 થી 35 લોકોને વીરનગર આંખની હોસ્પિટલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ 23/08/24 ના રોજ તમામ દર્દીઓ નું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ચાર થી પાંચ દિવસ ત્યાં હોસ્પિટલ માં રાખવામાં આવેલ હતા ત્યારબાદ ચોકાવનારી ઘટના બની કે બાર થી 14 જેટલા લોકોને હંમેશા માટે દેખાવાનું બંધ થઈ ગયું. ત્યારબાદ લોકોએ કહ્યું કે હવે અમને કંઈ દેખાતું નથી અને કોઈ દર્દીનું પરિવાર પણ સાથે હતું ને અને એવામાં બન્યું એવું કે વીર નગર હોસ્પિટલના સંચાલક અને ડોક્ટર દ્વારા વ્યવસ્થિત સારવાર કરવામાં પણ ન આવી અને આખરે તેમની પ્રાઇવેટ બસમાં તા.27/08/24 ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ માં લઈને પહોંચી ગયા પણ હવે થાય તો થાય શું કારણ કે લોકોને ખબર નહોતી કે હવે હંમેશા ને માટે તેમની બહારની દુનિયા જોવાનું બંધ થઈ ગયું. બસ એવું જ થયું કે રાજકોટ થી હોસ્પિટલમાં પણ કંઈ ના થયું ત્યારબાદ રાજકોટ શ્રદ્ધા હોસ્પિટલમાં તપાસ કરવા માટે લઈ ગયા પણ લોકોને આસાની પણ આખરે નિરાશા જ મળી.
વીરનગર હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરીમાં પેટમાં પાણી પણ ન હાલ્યું અને લોકોને જિંદગી સાથે રમત શરૂ કરી દેવાય અને ફરી રાજકોટથી વીરનગર અને વીરનગર થી રાજકોટ ફરી સ્વામિનારાયણ હોસ્પિટલમાં આવ્યા અને આખરે રાજકોટ થી તેમની પ્રાઇવેટ બસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને તમામ લોકો સાથે રમત કરી અને તમામ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૂકીને તેમની બસ નીકળી ગઈ અને તમામ લોકો આશા એને બેઠા હતા કે અમારી આંખો અમે પાછી મળી જશે પણ ત્યારે તમામ લોકો ને ખબર પડે છે કે હવે હંમેશા માટે તેમની આંખો છીનવાઈ ગઈ છે અને તેમાં સગા વાલા ને જાણ થતા વીરનગર આંખની હોસ્પિટલમાં સંપર્ક કર્યો ત્યારબાદ ડોક્ટર દ્વારા આશ્વાસન જ આપવામાં આવ્યું હતું કે અને ત્યાંના ટ્રસ્ટી અશોક મહેતાએ પણ આખરે હાથ ખંખેરી નાખ્યા હતા ત્યારબાદ છેલ્લા ચાર ચાર મહિનાથી હેરાન પરેશાન થતા લોકો આખરે તા.09/01/2025ના રોજ રાજકોટ એસપી સાહેબ તથા કલેકટર સાહેબને લેખિત રજૂઆત કરવા માટે આવ્યા હતા અને રજૂઆતમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી તમામ દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ઇન્ફેક્શનના કારણે હવે તેમનું જીવ પણ જોખમમાં છે તો અમને યોગ્ય ન્યાય મળે તેવી અમે વિનંતી કરીએ છીએ અને તેવી જ આશા લઈને અમે તમને રજૂઆત કરવા માટે આવ્યા છીએ.

આખરે લોકોની જિંદગી સાથે રમાઈ ગઇ રમત અને લોકો બની ગયા આંધળાધૂત

હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા વિનનગર આખી હોસ્પિટલ લઈને ટ્રસ્ટી અને ડોક્ટરો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ….?

 

Leave a Comment

Read More