*લાંચ લેવામાં મહિલાઓ પુરુષ સમાવડી બની મહિલા પોલીસ સ્ટેશનમાં અગાઉ બે મહિલા પી.આઇ ઝડપાયા હતા*
*રાજ્ય સરકારના પારદર્શક વહીવટ નો પરપોટો ફૂટી ગયો*
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં સરકારી કચેરીઓ લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓના અડ્ડાઓ બની છે. સમયાંતરે શહેરના પોલીસ મથકો, બહુમાળી ભવનની કચેરીઓ, આર.ટી.ઓ, કલેકટર કચેરી, રાજકોટ મહાનગરપાલિકા સહિતની કચેરીઓમાં ભાજપના એજન્ટ બેઠેલા દલાલો દ્વારા અધિકારીઓ ગાંધી છાપ વગર કામ કરતા નથી જે હવે જગ જાહેર છે.
રાજકોટ શહેર ના પોલીસ સ્ટેશન માં વખતો વખત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા પોલીસ મથક ની અંદર જ થી કટકટાવતા લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓને જબ્બે કરવામાં આવ્યા છે. ગઈકાલે શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફક્ત 6000 રૂપિયાના એ પણ જુના મોબાઇલમાં પણ પરત દેવા માટે 1000ની લાંચ લેતા મહિલા કોન્સ્ટેબલ અનિતાબેન ઈશ્વરભાઈ વાઘેલા એસીબી ની સફળ રેપમાં રંગે હાથ ઝડપાયા હતા. રાજકોટમાં 2024 ના વર્ષમાં એસીબી ની 12 ટ્રીપ માં 14 લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા ભ્રષ્ટાચારની ગંગોત્રી હોય તેમ દરેક શાખામાં ભ્રષ્ટાચારીઓ ગાંધી છાપ વગર કામ કરતા નથી એ સરકારી આંકડા ઉપરથી ફલિત થાય છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવાતા પારદર્શક વહીવટ નો પરપોટો ફૂટી ગયો છે. રાજ્યમાં પુરુષ તો ઠીક પણ મહિલાઓ પણ લાંચ લેવામાં શરમ અનુભવતી નથી રાજકોટની જ વાત કરીએ તો મહિલા પોલીસ સ્ટેશનના બે પોલીસ ઇન્સ્પેક્ટરો, ગુજરાત હાઉસિંગ બોર્ડના જાગીર વ્યવસ્થાપક, ધર્મેન્દ્ર કોલેજના પ્રિન્સિપાલ, મહિલા એ.એસ.આઈ, ફુડ ઇન્સ્પેક્ટર, મહિલા કોન્સ્ટેબલો લાંચ લેવામાં રંગે હાથ ઝડપાઈ ચૂકી છે. આવા લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓને ગાંધીનગરમાં બેઠેલા રાજકીય ગોડ ફાધરોની છત્રછાયા હોય તે પ્રકારે ખુલ્લેઆમ સરકારી કચેરીઓ માં જ લાંચ લેતા હોય છે. અને લાંચ લેનારા ઉપરથી સેટિંગ કરી ફરીથી ફરજમાં પણ લેવાતા હોય છે. રાજ્યમાં હાલ લાંચ લેનારાને ફક્ત સસ્પેન્ડ કરવામાં આવે છે. પરંતુ અન્ય રાજ્યોમાં લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓને બરતરફ (ઘર ભેગા) કરી દેવામાં આવે છે. ગુજરાતમાં પણ લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ જ્યારે બેકાબૂ બન્યા છે અને લાંચ લેવાની વૃતિ માં વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં પણ સસ્પેન્ડ ને બદલે અન્ય રાજ્યોની જેમ બરતરફ (ઘર ભેગા) કરી દેવાની કોંગ્રેસ પક્ષની માંગ છે. તેમજ લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ કોની સાથે મિલીભગત છે અને ગાંધીનગરમાં બેઠેલા રાજકીય ગોડ ફાધરો કે જે મગરમચ્છો છે તે આ પડદા પાછળ કોણ છે તેની તટસ્થ તપાસ થવી જોઈએ તેમજ પકડાયેલ લાંચિયા અધિકારીની માલમિલકત તેમજ ઇન્કમટેક્સ ને પણ આ બાબતમાં તપાસ કરવી જોઈએ જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.
સરકારી કામ માટે લાંચ આપવી અને લાંચ લેવી બંને ગુનો બને છે ત્યારે લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓને લોકો જાગૃત બની રાજ્યના લાંચ રુશ્વત બ્યુરોના સાત ડિવિઝનો પૈકી રાજકોટ ડિવિઝન કાર્યરત છે અને રાજકોટ શહેરના ત્રિકોણબાગ પાસે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની કચેરી આવેલ છે. મદદનીશ નિયામકશ્રીના કચેરીના નંબર 0281 22223497 અને 0281 2224655 છે અને ટોલ ફ્રી નંબર 1064 પર લાંચિયાઓ સામે ફરિયાદ કરી શકાય છે. કોઈ ફાઈલ ક્લિયર કરાવવા કે કોઈપણ સરકારી કામ માટે કોઈ અધિકારી લાંચ માંગે તો રાઉન્ડ ક્લોક 24 કલાકમાં ગમે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના કાર્યાલય ના ફોન નંબર 94262 29396 પર પણ સંપર્ક કરી શકો છો.
Author: ભાગવત ભૂમિ
Hi