યોગાસન સ્પર્ધામાં ગૌરવ વધારતા શ્રી રામપરા પ્રાથમિક શાળાના બાળકો

 

ખેલમહાકુંભની તાલુકા કક્ષાની બહેનોની યોગાસન સ્પર્ધા સરદાર પટેલ વિદ્યાલય ઉગામેડી મુકામે યોજાયેલ હતી. આ સ્પર્ધામાં ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળાના બહેનોએ અંડર 14 વિભાગમાં ભાગ લીધો હતો. જેમાં ઉત્તમ દેખાવ કરી શેખ ખુશી, સાંકળિયા ક્રિષ્ના અને ડાભી સંધ્યાએ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા બની શાળાનું ગૌરવ વધાર્યું હતું.
આગામી દિવસોમાં આ ટીમ જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં ગઢડા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા ખેલાડીઓ, કોચ અને ટીમ મેનેજરશ્રી અશ્વિનભાઈ બારૈયાને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

Leave a Comment

Read More