વિસાવદરમાં વસ્તી વધી,વિસ્તાર વધ્યા છતાં પોસ્ટમેન ઘટ્યા ટિમ ગબ્બરકાળઝાળ

વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા તથા નયનભાઇ આર.જોશી એડવોકેટ વિસાવદર દ્વારા જનરલ મેનેજરપોસ્ટવિભાગ, જૂનાગઢ,કલેક્ટરશ્રી, જૂનાગઢ,સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીઝ,જુનાગઢ,
પોસ્ટ માસ્ટર જનરલ PMG રાજકોટ,
ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ગુજરાત રાજ્ય,
અમદાવાદ વિગેરેને લેખીત રજુઆત કરી જણાવેલ છે કે, વિસાવદર સિટીમાં પોસ્ટ ઓફિસમાં છેલ્લા ઘણા સમયથી પોસ્ટ માસ્તરની તથા કલાર્કની અને પોસ્ટમેનોની જગ્યાઓ ખાલી છે આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ પોસ્ટ ઓફિસમાંપોસ્ટમાસ્તર, ક્લાર્ક,પોસ્ટમેનની જે જગ્યાઓ ખાલી છે ત્યાં કોઈની નિમણુંક કરવામાં આવતી નથી અનેઅગાવ આ પોસ્ટઓફિસમાં ચારેક પોસ્ટમેન હતા ત્યારબાદ વસ્તી અને વિસ્તારમાં ઘણો મોટો વધારો થયેલ છે પરંતુ અહીંની કચેરીના કામગીરીના પ્રમાણમાં પોસ્ટમેનની નિમણુંક કરવામાં આવેલ નથી અને તેના કારણે વિસાવદર શહેરની પ્રજાને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.જ્યારે એક પોસ્ટમેન કે અન્ય કર્મચારી બીમાર હોય કે રજા ઉપર હોય ત્યારે લોકોને પોસ્ટ કરેલી અગત્યની પોસ્ટ કે કવરોની ડિલિવરી થઈ શકતી નથી અને ઓફિસનો તમામ વહીવટ ખોરંભે પડતો હોય આવી ફરિયાદો અનેકવાર ઉઠવા છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવતું નથી તેથી વહેલમાં વહેલી તકે પોસ્ટમાસ્તર, તથા સ્ટેન્થ મુજબના જરૂરી ક્લાર્ક તથા ૪ થી ૫ પોસ્ટમેનની નિમણુંક તાત્કાલિક કરવામાં આવે તેવી અમારી ટિમ ગબ્બરની માંગણી સાથે રજુઆત છે.તેમના જણાવ્યા અનુસાર વિસાવદર શહેરની વસ્તી વધી,વિસ્તારો વધ્યા કામગીરી વધી લોકોની જરૂરિયાતો વધી છતાં પોસ્ટમેન ની સંખ્યા વધારવાના બદલે બે પોસ્ટમેન ઘટાડી દેવાતો લોકોમાં પોસ્ટઓફિસ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આંદોલન થાય તે પહેલાં તાત્કાલિક પોસ્ટમેન તથા જરૂરી સ્ટાફ ફાળવવા રજુઆત કરાઈ છે.અને રજુઆતમાં જણાવેલ છે કે,અમારી ઉપરોકત રજુઆત લાગુ પડતા વિભાગોમાં કરી કરાવી આ ફરિયાદ અન્વયે કરેલી કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટિમ ગબ્બરના સરનામે મોકલી આપવા અરજ કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના ધારાશાસ્ત્રી નયનભાઇ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.(ફોટા સાથે

Leave a Comment

Read More