મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ મહુવા અને સુરત વચ્ચે વિશેષ ભાડા પર દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ ટ્રેન મહુવાથી દર ગુરુવાર અને શનિવારે બપોરે 13.15 કલાકે દોડશે. આ ટ્રેનને 07 ડિસેમ્બર, 2023 થી 01 ફેબ્રુઆરી, 2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Ø ટ્રેન નંબર 09112/09111 મહુવા-સુરત-મહુવા એક્સપ્રેસ ટ્રેન
ટ્રેન નંબર 09112 મહુવા-સુરત દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન મહુવાથી દર ગુરુવાર અને શનિવારે 13.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 02.30 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 07 ડિસેમ્બર, 2023 થી 01 ફેબ્રુઆરી, 2024 સુધી મહુવાથી દોડશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09111 સુરત-મહુવા દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન દર બુધવાર અને શુક્રવારે સુરતથી 22.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.10 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન 06 ડિસેમ્બર, 2023 થી 31 જાન્યુઆરી, 2024 સુધી સુરતથી મહુવા સુધી દોડશે.
આ ટ્રેન બંને દિશામાં રાજુલા જં., સાવરકુંડલા, લીલીયા મોટા, દામનગર, ઢસા, ધોળા, નિંગાળા, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા, ગાંધીગ્રામ, અમદાવાદ અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેરકાર, નોર્મલ ચેરકાર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 09112 અને 09111નું બુકિંગ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. આ ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.