આ ખાતમુહુર્ત કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.
તા.૦૭/૧૨/૨૦૨૩ના રોજ વોર્ડ નં.૧૧માં વિવિધ સોસાયટીનાં રસ્તા ડામર કામથી મઢવાના કામનું ખાતમુહુર્ત ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી માન. શ્રી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
વોર્ડ નં.૧૧માં આવેલ શ્રી સરદારનગર કો.ઓપ. હાઉસિંગ સોસાયટી તથા નહેરૂનગર સોસાયટીની શેરીના રસ્તાઓ રૂ.૯૯/- લાખના ખર્ચે ડામર રિ-કાર્પેટથી મઢવામાં આવશે. આ વિસ્તારમાં ડામર કામ થવાથી આ વિસ્તારનાં નાગરિકોને હાલાકીમાંથી મુક્તિ મળશે.
આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી માન. શ્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શહેર ભાજપ મંત્રી ભરતભાઈ શિંગાળા, વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર ભારતીબેન પાડલીયા, રણજીતભાઈ સાગઠીયા, વિનુભાઈ સોરઠીયા, વોર્ડ નં.૧૧ના પ્રભારી પરેશભાઈ ઠાકર, પ્રમુખ મહેશભાઈ પીપળીયા, મહામંત્રી વિનોદભાઈ ઈસોટીયા, મુળુભાઈ ઓડેદરા તથા અગ્રણી બાવનજીભાઈ કોઠીયા, જીતુભાઈ ધામેલિયા, સુરેશભાઈ જિંજુવાડીયા, સુરેશભાઈ સાવલિયા, પ્રિતેશભાઈ ભુવા, નિખિલભાઈ શિશાંગીયા, વિરેનભાઈ મેઘાણી, વલ્લભભાઈ ગઢીયા, સંજયભાઈ બોરીચા, જયેશભાઈ બોરીચા, રાજુભાઈ સાવલિયા, રાજેશભાઈ ડાંગરીયા, નરેશભાઈ ત્રાડા, મુકેશભાઈ પંડિત, જશાભાઈ ડાંગર, ધર્મેશભાઈ સોલંકી, વિશાલભાઈ કાનપરા, દેવજીભાઈ કારેલીયા, રમણીકભાઈ મણવર, મોહિતભાઈ ઘોડાસરા, જી.જે.પરમાર, કિશનભાઈ જોગસ્વા, હિરેન લીંબાસિયા, અર્જુનભાઈ કિહોર, રાજેશભાઈ રાઠોડ, હિરેનભાઈ મૂંગપરા, સુરેશભાઈ જિંજુવાડીયા, દીપકભાઈ ત્રિવેદી, ધીરૂભાઈ, રમેશભાઈ વેકરીયા, વિક્રમસિંહ ગોહિલ, કિશોરસિંહ ગોહિલ, સરદાર નગર સોસાયટી પ્રમુખ ધનજીભાઈ ફળદુ, મંત્રી મનસુખભાઈ ગોંડલિયા, કલ્પ માલાણી, સાગઠીયા સુનિલભાઈ, લીંબાસિયાભાઈ, અશ્વિનભાઈ, ધીરેનભાઈ કરગથરા, રાજેશભાઈ ભટ્ટ, રસિકભાઈ મુંગરા, પ્રફુલાબેન બારોટ, રાધિકાબેન ગીણોયા, ચતુરાબેન ગીણોયા, હંસાબેન પટેલ, માલતિબેન સાતા વગેરે ઉપસ્થિત રહેલ.