પાંડવરા ની પુરાતન ઐતિહાસિક ધરોહર જેવી “વાવ” ની સાફ સફાઈ અને જાળવણી કરતાં યુવાનો

મુળી તાલુકાનાં પાંડવરા ગામે એક ઐતિહાસિક ધરોહર જેવી વાવ આવેલ છે જેના બાંધકામ અને શિલ્પ ઉત્કૃષ્ટ જોતા અદાજે ૩૦૦-૪૦૦ વર્ષ પુરાણી હોવાનું હાલ જણાઈ રહ્યું છે એક સમયે સમગ્ર ગામ અને વટેમાર્ગુ ની તરસ છીપાવતી આ વાવ આજે જર્જરિત હાલતમાં જોવા મળતી હતી ત્યારે પાંડવરા ગામજનો અને યુવાનો દ્વારા આ ઐતિહાસિક ધરોહર ને બચાવી લેવા સંકલ્પ કરી તમામ યુવાનો ની મહેનત થકી સાફ સફાઈ કરવામાં આવી હતી અને અનેક વર્ષ થી કચરો જામી ગયો હોય તેનો નિકાલ કરવામાં આવેલ હતો ત્રણ મઝલા ધરાવતી વાવ ને રીપેરીંગ કરવામાં આવી અને બચાવી લીધી છે ઈતિહાસ માં જોઈએ તો પાંડવરા મુળ ચોટીલા ખાચર કાઠી દરબારો ની સતા હેઠળ આવતું હતું બાદ કાઠી કરપડાઓ ની સતા હેઠળ આવેલ અને બાદ માં મુળી પરમાર ભાયાતો ની સતા માં રહેલ તે આઝાદી સુધી રહેલ એટલે અહીંયા સંતો શુરવીરો અને ભકતો પણ આ ભુમી ઉપર થયા છે માંડવરાયજી દાદા (સૂર્યનારાયણ ભગવાન) નું મંદિર અહીંયા ઐતિહાસિક જોવા મળે છે હાલ તો યુવાનો ઐતિહાસિક ધરોહર ને સલામત રાખવા માટે કમરકસી રહ્યા છે અને નવો મેસેજ આપી જતન કરે છે માટે તેઓ ને અભિનંદન

રિપોર્ટર પરમાર ભગીરથ સિંહ મુળી

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More