આજે સૌ ને જણાવતા આનંદ થાય છે કે ભાવનગરમાં આવેલ અર્હમ સેવા ગ્રુપ કે જે સામાજિક સેવા કાર્ય કરતી સંસ્થા છે. આજે તારીખ 11/12/2023 ના રોજ તેમના દ્વારા મોરચંદ કેન્દ્રવર્તી શાળા ના બધા બાળકોને મળી કુલ 95 સરસ મજાના સ્વેટરનું વિતરણ કરવામાં આવેલ છે.
તેમનું આ કાર્ય ખરેખર પ્રશંસનીય છે. તેઓ ગામડાઓમાં ઘરે ઘરે ફરી જૂની પસ્તી ભેગી કરી તેમાં થોડા પોતાના પૈસા ઉમેરી અને આવા બાળ ઉપયોગી સેવા કાર્યો કરતા હોઈ છે અને તેના થકી બાળકોને મદદરૂપ બનતા હોઈ છે.
આજે તેના દ્વારા આપણી શાળાની પસંદગી કરવામાં આવી જે બદલ સમગ્ર ગામ અને શાળા પરિવાર વતી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવે છે…