રાજુલામાંથી મહિલાને વાતોમાં મશગુલ કરી, સોનાની બુટ્ટીની ચીલ ઝડપ કરનાર

ઇસમને કુલ કિ.રૂ. ૪૧,૮૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી

એલ.સી.બી. ટીમ

– ગુન્હાની વિગતા-

મરીયમબેન રહીમભાઈ વારૈયા, ઉ.વ.૫૫, રહે.રાજુલા, આગરીયા જકાતનાકા પાસે, તા.રાજુલા, જિ.અમરેલી વાળા ગઈ તા.૦૪/૧૨/૨૦૨૩ નાં બપોરના આશરે બે વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી ટાવર બાજુ જતા હોય, અને નગરપાલીકા કચેરીની આગળ ગોલ્ડન પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસે પહોંચતા એક અજાણ્યો ઈસમ મરીયમબેન પાસે આવી વાતોમાં મશગુલ કરી, નજર ચુકવી બન્ને કાનની સોનાની બુટ્ટી કિ.રૂ.૪૦,૦૦૦/- ની આંચકી નાશી જઈ ગુનો કરેલ હોય, જે અંગે મરીયમબેનએ અજાણ્યા પુરૂષ આરોપી વિરૂધ્ધ ફરિયાદ આપતા રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫-૨૩૦૫૩૨/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૩૭૯એ(૩) મુજબનો ગુન્હો રજી. થયેલ.

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ આ પ્રકારના અનડટિક્ટ ગુનાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી.ને માર્ગદર્શન આપેલ હતું.

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા અનડીટેક્ટ ગુનાઓના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ. તેમજ બનાવના સ્થળની આજુબાજુના સી.સી.ટી.વી. ચેક કરવામાં આવેલ તેમજ શકદારોને ચેક કરવામાં આવેલ. આ ગુનાના ફરિયાદીની પુછપરછ કરી, આરોપીના વર્ણન અંગે માહિતી મેળવી, આવા વર્ણન વાળા ઈસમો અને આ પ્રકારના ગુનાઓ કરવાની એમ.ઓ, ધરાવતા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ. અનડીટેક્ટ ગુનાના આરોપીઓને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ટીમની મદદથી અજાણ્યા આરોપીની ઓળખ મેળવી, આરોપીને ઉપરોકત ચીલ ઝડપના મુદ્દામાલ સાથે પકડી પાડી, પકડાયેલ આરોપીની સઘન પુછપરછ કરતાં ઉપરોકત અનર્કીટેકટ ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ હતી.

→ પકડાયેલ આરોપીની વિગત:-

યાસીન ઉર્ફે બાકડો કાળુભાઈ શેખ, ઉ.વ.૫૦, રહે.અમદાવાદ, જમાલપુર, મોચી હોડ, કડીયાવડ, મસ્જીદ પાસે, ટ્રાયબલ વિસ્તાર

– રીકવર કરેલ મુદ્દામાલની વિગત:-

એક સોનાનો ઢાળીયો વજન ૯.૯૬૦ ગ્રામ કિ.રૂ.૪૧,૮૬૦/- નો મુદ્દામાલ.

– પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-

પકડાયેલ આરોપી યાસીન ઉર્ફે બાકડો કાળુભાઈ શેખ નીચે મુજબના ગુનાઓમાં પકડાયેલ છે.

(૧) વડોદરા સીટી પો.સ્ટે. (વડોદરા શહેર) ફ.ગુ.ર.નં.૯૫/૨૦૧૦, આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦,

(૨) મણીનગર પો.સ્ટે.(અમદાવાદ શહેર) ફ.ગુ.ર.નં.૧૭૨/૨૦૧૦, આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦.

(3) હિંમતનગર સીટી પો.સ્ટે. (જિ.સાબરકાંઠા) ફ.ગુ.૨.નં.૨૮૭/૨૦૧૧, આઈ.પી.સી. કલમ ૩૭૯.

(૪) ઉંજા પો.સ્ટે. (જિ.મહેસાણા) ફ.ગુ.ર.નં.૨૨૮/૨૦૧૧, આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦,

(૫) મોડાસા પો.સ્ટે. (જિ.અરવલ્લી) ફ. ગુ.ર.નં.૧૬/૨૦૧૨, આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦,

(3) હિંમતનગર એ ડીવી. પો.સ્ટે. (જિ.સાબરકાંઠા) ક.ગુ.ર.નં.૬૬/૨૦૧૨, આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦,

(૭) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે.ગુ.ર.નં.૫૪/૨૦૧૩, જી.પી. એક્ટ કલમ ૧૪૨

(૮) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે.ગુ.ર.નં.૫૭/૨૦૧૩, જી.પી.એકટ કલમ ૧૪૨

(૯) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) ફ.ગુ.ર.નં.૫૯/૨૦૧૩, આઈ.પી.સી. કલમ ૨૯૪, ૩૨૩,

૫૦૬(૨).

(૧૦) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે.ગુ.ર.નં.૭૩/૨૦૧૩, જી.પી.એક્ટ કલમ ૧૪૨.

(૧૧) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે.ગુ.૨.નં.૫૬/૨૦૧૩, જી.પી.એક્ટ કલમ ૧૪૨.

(૧૨) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) ફ.ગુ.૨.નં.૨૪૪/૨૦૧૩, આઈ.પી.સી. કલમ ૨૯૪,

३२४.

(૧૩) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે.ગુ.૨.નં.૩૨૨૫/૨૦૧૩, જી.પી.એકટ કલમ ૧૪૨

(૧૪) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે.ગુ.૨.નં.૯૭/૨૦૧૪, જી.પી.એકટ કલમ ૧૪૨.

(૧૫) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે.ગુ.૨.નં.૧૪૭/૨૦૧૪, જી.પી.એકટ કલમ ૧૪૨.

(૧૬) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) ફ.ગુ.ર.નં.૨૮૪/૨૦૧૪, જી.પી.એકટ કલમ ૧૪૨.

(૧૭) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે.ગુ.૨.નં. ૧૪૫/૨૦૧૫, જુગાર ધારા કલમ ૧૨.

(૧૮) દાણીલીમડા પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે.ગુ.ર.નં.૩૦૬૫/૨૦૧૭, જુગાર ધારા કલમ ૪, ૫,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન

હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી. ગોહિલ, તથા

એ.એસ.આઈ. જાવેદભાઈ ચૌહાણ, બહાદુરભાઈ વાળા તથા હેડ કોન્સ. મનીષભાઈ જાની, નિકુલસિંહ રાઠોડ,

લીલેશભાઈ બાબરીયા, તથા પો.કોન્સ. રાહુલભાઈ ઢાપા, યુવરાજસિંહ વાળા, વિનુભાઈ બરિયા, ભાવિનગીરી

ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ છે.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More

દીપાવલી અને નુતનવર્ષ તહેવાર નિમિતે ગોંડલીયા પરિવાર તરફથી ભુદેવ પરિવારોને મીઠાઈ-ફરસાણ ની ભેટ આપવામાં આવી… 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 મૂળ શિવરાજગઢ ના ગૌ.વા.શાંતાબેન હરિભાઈ ગોંડલીયા પરિવારના હાલ રાજકોટ રસિકભાઈ ગોંડલીયા,કાશ્મીરાબેન ગોંડલીયા અને દામજીભાઈ ગોંડલીયા અને ગોંડલીયા પરિવાર તરફથી દીપાવલી અને નૂતન વર્ષ તહેવાર માં ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના જરૂરિયાતમંદ પરિવારના 25 પરિવારોને શુદ્ધ ઘી મોહનથાળની મીઠાઈ 1 કીલો અને છપ્પનભોગ ચેવડો ફરસાણ ની ભેટ સમાજસેવી હિતેશભાઈ દવે ના સહયોગ થી ગોંડલીયા પરિવાર તરફથી ગૌ.વા.માતાપિતા શાંતાબેન હરિભાઈ ગોંડલીયા ની સ્મૃતિ માં ભેટ આપવામાં આવી.. રસિકભાઈ ગોંડલીયા પરિવાર તરફથી અવારનવાર જરૂરિયાતમંદ ગરીબ વિધાર્થીઓને અને સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારજનો ને અનાજ,શૈક્ષણિક સાધનો તેમજ અન્ય વસ્તુઓની સહાય કરવામાં આવે છે..સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા આ સહાય યોગ્ય વ્યક્તિ અને પરિવાર ને પહોંચતી કરવાની સેવા કરવામાં આવે છે…