વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ ડિવિઝનના સાબરમતી સ્ટેશન યાર્ડ ખાતે ચાલી રહેલા એન્જિનિયરિંગ કામને કારણે, બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ દૈનિક ટ્રેન (09573/09574) 16.12.2023 થી 09.01.2024 સુધી રદ (Cancelled) રહેશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર માહિતી નીચે મુજબ છે:
1. દરરોજ સવારે 07.00 કલાકે ગાંધીગ્રામથી બોટાદ જતી ટ્રેન નંબર 09573 ગાંધીગ્રામ-બોટાદ ટ્રેન 16.12.2023 થી 09.01.2024 સુધી રદ (Cancelled) રહેશે.
2. દરરોજ 17.05 કલાકે બોટાદથી ગાંધીગ્રામ જતી ટ્રેન નં. 09574 બોટાદ-ગાંધીગ્રામ ટ્રેન પણ 16.12.2023 થી 09.01.2024 સુધી રદ (Cancelled) રહેશે.
રેલવે પ્રશાસન રેલવે મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. રેલ્વે પેસેન્જર ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સ વિશેની માહિતી માટે, વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈ અસુવિધા ન થાય.