રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ સાહેબ, દ્વારા આગામી મકરસંક્રાતિ તહેવાર અનુસંધાને નાયલોન/ચાઇનીઝ માંજાના પાકા દોરા, પ્લાસ્ટિક ચાઇનીઝ બનાવટના ચાઇનીઝ દોરા, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લોન્ચર, વિગેરે પ્રતિબંધીત ખરીદ વેચાણ તથા ઉપયોગ કરવા પ્રતિબંધીત જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તે જે અનુસંધાને અધિક પોલીસ કમિશ્નર શ્રી વિધી ચૌધરી સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) ડો. પાર્થરાજસિંહ ગોહીલ સાહેબ તથા, મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી (કાઇમ) ભરત બી. બસીયા સાહેબ દ્વારા નાયલોન/ચાઇનીઝ માંજાના પાકા દોરા, પ્લાસ્ટિક ચાઇનીઝ બનાવટના ચાઇનીઝ દોરા, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લોન્ચર, વિગેરે પ્રતિબંધીત વસ્તુઓનું ખરીદ, વેચાણ તેમજ ઉપયોગ કરનાર ઇસમોને શોધી કાઢી તેમના વિરૂધ્ધ જાહેરનામા ભંગ બદલ કાયદેશરની કર્યવાહી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી વાય.બી.જાડેજા નાઓ સતત પ્રયત્નશીલ હતા. દરમ્યાન પો.સ.ઈ. એમ.જે.હુણ તથા તેની ટીમના માણસો ના.રા. પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. કુલદિપસિંહ રાણા ને મળેલ હકીકત આધારે ગોંડલ રોડ હાઇવે રસુલપરા સામે શિવ હોટેલ પાસે સર્વિસ રોડ ઉપરથી નીચે જણાવેલ ર ઇસમોને પ્લાસ્ટિક ચાઇનીઝ બનાવટના ચાઇનીઝ દોરાની ફીરકીઓ સાથે પકડી ડી.સી.બી.પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૫૨૩ ૦૨૭૩/૨૦૨૩ IPC કલમ ૧૮૮ તથા જી.પી.એ. કલમ ૧૩૧ મુજબથી ગુન્હો દાખલ કરી મજકુર બંને ઇસમો વિરૂધ્ધ જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
– આરોપીઓ:-
(૧) કૌશલ દિલીપભાઇ મસરાણી જાતે લોહાણા ઉવ. ૩૫ ધંધો વેપાર રહે. મેહુલનગર શેરી નં.પ મધુરમ મકાન, નિલકંઠ ટોકીઝ પાછળ કોઠારીયા રોડ, રાજકોટ મો.નં. ૯૬૬૪૯૯૬૬૭૮
(૨) નિરજ દિનેશભાઈ મસરાણી જાતે લોહાણા ઉંવ. ૩૬ ધંધો પ્રા.નોકરી રહે. હશનવાડી શે.નં.ર મન મકાન ગાયત્રીનગર મેઇન રોડ રાજકોટ મો.નં. ૯૯૦૯૫૬૩૯૦૬
મળી આવેલ મુદામાલ
(૧) પ્લાસ્ટીક બનાવટના ચાઇનીઝ દોરાની ફીરકીઓ નંગ-૧૪૬ કિ.રૂ. ૩૭૦૦૦/-
(૨) મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ. ૨૫,૦૦0/-
(૩) મારૂતિ સુઝુકી સીયાઝ કાર કિ.રૂ. ૩,૦૦,000/- મળી કુલ કિ.રૂ. ૩.૬૨,૮૦૦/-
કામગીરી કરનાર અધીકારી તથા કર્મચારી-
રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે.ના પો.ઇન્સ. વાય.બી.જાડેજા, તથા પો.સ.ઇ. એમ.જે.હુણ તથા એ.એસ.આઇ ઘનશ્યામભાઈ મેણીયા, પો.હે.કોન્સ. અમિતભાઈ અગ્રાવત, સંજયકુમાર રૂપાપરા, કિરતસિંહ ઝાલા, તથા પો.કોન્સ. નગીનભાઇ ડાંગર, કુલદિપસિંહ રાણા, પ્રદિપસિંહ જાડેજા, દ્વારા કામગીરી કરવામા આવેલ છે.